Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

વિસાવદર શૈક્ષણિક સંકુલમાં બાળકોને પોકસોના કાયદાની સમજ આપતી શિબિર સંપન્ન

જિલ્લા કાનૂની સેવા સમિતિના સચિવ પરમારની ખાસ ઉપસ્થિતી

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૮ : વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ એસ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સમિતિ જૂનાગઢના સચિવશ્રી એચ.આર.પરમારના અધ્યક્ષ સ્થાને વિસાવદરના માંડાવડ ખાતે આવેલ શૈક્ષણિક સંકુલ ખાતે  પોકસોના કાયદાની વિદ્યાર્થીઓમાં સમજ આવે તે માટે એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં વિસાવદર બાર એસોસિએશનના એચ. એસ.હિરાણી, તાલુકા કાનૂની સેવા સમિતિના સુપરિટેન્ડન્ટશ્રી પી.ડી. ભટ્ટ, પી.એલ.વી.રમણિકભાઈ દુધાત્રા તથા શાળાના આચાર્ય,સ્ટાફ તથા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓએ હાજર રહી શિબિરનો લાભ લીધો હતો તેમ વિસાવદર કોર્ટના તાલુકા કાનૂની સેવા સમિતિના સુપ્રિટેન્ડન્ટ પી.ડી.ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

(1:50 pm IST)