Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

જૂનાગઢમાં સ્લેબ ભરવાના ચોકાની ચોરી કરનારા ૩ ઝડપાયાઃ ૪ ગુન્હાનો ભેદ ઉકેલાયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૮ : જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જૂનાગઢમાં સ્લેબ ભરવાના ચોકાની ચોરી કરનારા ૩ શખ્સોને રૃા. ૧,૨૬,૨૫૦ સાથે ઝડપી પાડ્યા છે. અને ૪ ગુન્હાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે સાહીલ ફીરોજખાન આદમખાન પઠાણ (ઉવ.૧૯) ધંધો અભ્યાસ રહે. જોષીપરા તીરૃપતી સોસાયટી અગ્રાવત સાહેબના દવાખાના પાસે જૂનાગઢ (૨) સમીર ઇકબાલભાઇ અબ્દુલ્લાભાઇ દોમાન ધંધો રિક્ષા ડ્રાઇવીંગ રહે. ખામ ધ્રોલ રોડ ફાર્મથી ફાટક પાછળ હર્ષદનગર શેરી નં. ૨ જૂનાગઢ, (૩) આમીરભાઇ રફીકભાઇ દોસમહમદભાઇ સુમરા, ગામેતી ઉવ.૧૯ ધંધો અભ્યાસ રહે. જોષીપરા નંદનવન મેઇન રોડ, રોનક પાનવાળી શેરી જૂનાગઢની ધરપકડ કરી છે.

આ કામગીરી જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયા તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીની સુચરનાથી પો.ઇન્સ. એચ.આઇ.ભાટી, પો.સ.ઇ. ડી.જી.બડવા, નિકલ એમ. પટેલ., પો. હેડ કોન્સ. પ્રકાશભાઇ ડાભી, જીતષ મારૃ, પો.કોન્સ. દિપકભાઇ બડવા, દિવ્યેશકુમાર ડાભી વીગેરે પોલીસ સ્ટાફએ કરેલ છે.

(1:32 pm IST)