Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

પોરબંદરમાં લમ્‍પી વાયરસથી વધુ એક ગૌવંશનું મૃત્‍યુ : નવા ર૬ કેસો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૮ :  ર૪ કલાકમાં લમ્‍પી વાયરસથી વધુ એક ગૌવંશનું મૃત્‍યુ થયેલ છે. જિલ્લામાં લમ્‍પી વાયરસથી કુલ મૃત્‍યુઆંક ૧૪ર થયેલ છે. તેમ પશુ ચિકિત્‍સક ડો. મંડેરાએ જણાવેલ છે.  જિલ્લામાં ગૌવંશોમાં લમ્‍પી વાઇરસ સંક્રમણના નવા ર૬ કેસ આવ્‍યાં છે. જિલ્લા અત્‍યાર સુધીના લમ્‍પી સંક્રમણના કુલ કેસોની સંખ્‍યા ર૪૮૬ પહોંચી છે. જીઆઇડીસીમાં લમ્‍પીગ્રસ્‍ત પશુઓ માટે શરૂ કરાયેલા આઇસોલેશન વોર્ડમાં હાલ ર૧૦ થી વધુ પશુઓ સારવાર લઇ રહેલ છે.

(1:32 pm IST)