Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ખંભાળિયા નજીક વીજપોલની કામગીરીમાં અડચણરૂપ થતા મહિલાઓ સહિત પાંચ સામે ગુનો

વધૂ વળતર મેળવવા કામગીરી અટકાવતાં નુકશાન થયાની ફરિયાદ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા. ૮ : તાલુકાના વિંજલપર ગામની સીમમાંથી પસાર ઘતા વીજ લાઈન તથા ટાવર અંગેની કામગીરી કંપની દ્વાર હાથ ધરવામાં આવતા આ વિસ્‍તાર સર્વે નંબર ૫૭૯ વાળા ખેતરમાંથી પસાર થતી આ વીજ લાઈન સંદર્ભે સ્‍થાનિક રહીશ જયદીપ ભરતભાઈ કછટીયા, હીરાબેન ભરતભાઈ કછટીયા, રતનબેન રામજીભાઈ કછટીયા, ભાવનાબેન હસમુખભાઈ કછટીમયાં અને પૂનમબેન ભરતભાઈ કછટીયા નામના પાંચ સ્‍થાનિક રહીશોએ ઉપસેક્‍ત કંપનીના કર્મચારીઓને તેમના ખેતરમાં વીજપોલ અંગેનું કામ કરતા અટકાવ્‍યા હતા.

સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણ મુજબ કંપની ઉપરોક્‍ત આસામીઓને મળવાપાત્ર વળતર આપવા માટે તૈયાર હોવા છતાં પણ ઉપસેક્‍ત આસામીઓ દ્વારા આ વળતર ના સ્‍વીકારીને રૂપિયા ૧૦ લાખની માંગણી કરવામાં આવી હતી. કંપની કર્મચારીઓ પોલીસ પ્રોટેક્‍શન સાથે ખેતરમાં કામ કરવા જતા બળજબરીપૂર્વક વળતર મેળવવા માટે તેઓએ ત્‍યાં આવીને વીજ લાઈન અંગેનું કામ બંધ કરાવી દીધું હતું.

આ કામગીરીમાં સહેલા અને કંપનીમાં નોકરી કરતા કાનાભાઈ હમીરભાઈ મોઢવાડિયા તથા અન્‍ય સાહેદોને ઉપરોક્‍ત પરિવારજનોએ બિભત્‍સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આમ, વધુ વળતર મેળવવા માટે ચાર મહિલાઓ સહિત પાંચેય શખ્‍સો દ્વારા જિલ્લા કલેકટરના હુકમનો અનાદર કરી, છેલ્લા એકાદ માસથી કંપનીની કામગીરી અટકાવતા આના કારણે કંપનીના આશરે રૂ. ૫૦૦,૦૦૦ જેટલું નુકસાન થયાનું પોલીસમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે કાનાભાઈ મોઢવાડિયાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ ૩૮૫, ૧૮૮, ૫૦૪, ૫૦૬ (૨) તથા ઇલેક્‍ટ્રીક સીટી એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકાધીશ મંદિર વિસ્‍તારમાં ડ્રોન મારફતે શૂટિંગ કરતા પરપ્રાંતીય સામે ગુનો

આંધ્રપ્રદેશ રાજ્‍યના વિશાખાપટ્ટનમ જિલ્લાના બીમુનીપટનમ તાલુકાના સ્‍હીશ અને વિડીયો શુર્ટીંગ તથા યુટયુબર તરીકેનો વ્‍યવસાય કરતા સુધીરબાબુ બુચીબાબુ સાતાપાલા નામના ૩૮ વર્ષના શખ્‍સ દ્વારા  દ્વારકાધીશ મંદિર તથા નજીકના ગોમતીઘાટ વિસ્‍તારમાં ડ્રોન મારફતે શૂટિંગ કરતા આ અંગે દ્વારકા પોલીસે ઉપરોક્‍ત શખ્‍સ સામે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ખંભાળિયા નાનાભાઈના પ્રેમ લગ્નનો ખાર રાખી, મોટાભાઈ ઉપર ચાર શખ્‍સો દ્વારા હુમલો

ખંભાળિયાના હરસિધ્‍ધિ નગર વિસ્‍તારમાં રહેતા હરજુગભાઈ વિરમભાઈ ધમા નામના ૩૦ વર્ષના યુવાન તેમના મોટરસાયકલ પર બેસી અને જઈ રહ્યા હતા, ત્‍યારે માર્ગમાં અહીના શક્‍તિનગર વિસ્‍તારમાં રહેતા કિશન કારીયા, અજા કારીયા, હિતા કારીયા તથા અન્‍ય એક અજાણ્‍યા શખ્‍સે મોટરકારમાં આવી તેમને અકાવ્‍યા હતા.

ઉપરોક્‍ત શખ્‍સોએ ફરિયાદી હરજુગભાઈ ધમાને હોકી વડે માર મારી ઈજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી હરજુગભાઈના નાનાભાઈએ આરોપી પરિવારની એક મુવતી સાથે ભાગીને રાજીખુશીથી લગ્ન કર્યા હોય, આ બાબતનો ખાર સખી, ઉપસેક્‍ત બનાવ બન્‍યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

પોલીસે આઈપીસી કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્‍ટની ક્‍લમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાણવડ પંથકમાં બે સ્‍થળોએ જુગાર દરોડામાં તેર ઝડપાયા

ભાણવડથી આશરે ૧૬ કિલોમીટર દૂર વેસડ ગામની સીમમાં રહેતા કિરીટ બચુભાઈ સોલંકી નામના ૫૫ વર્ષના આધેડ દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર સ્‍થાનિક પોલીસે મોડી સત્રીના સમયે જુગાર દરોડો પાડ્‍યો હતો.

આ સ્‍થળેથી પોલીસે કિરીટ બચુભાઈ સોલંકી, મગન રામજીભાઈ ભાલોડીયા, ચંદુલાલ નાનજીભાઈ ભાલોડિમા, અરજણભાઈ કાનજીભાઈ બાલાસ, દિલીપ અસ્‍જણભાઈ ભુવા, રોહિત પરસોતમભાઈ ભાલોડીયા અને વસંત મગનલાલ કણસાગરા નામના સાત શખ્‍સોને ઝડપી લઈ, રૂ. ૪૫,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

અન્‍ય એક દરોડામાં ભાણવડ પોલીસે મોરઝર ગામેથી ભીખુપરી છગનપરી ગોસ્‍વામી, જીગર ભીખુભાઈ કદાવલા, પ્રવીણ વલ્લભભાઈ લીંબડ, પરસોતમ સીદીભાઈ ઠકરાણી, કારા ભીમશીભાઈ કદાવલા અને છગનપરી ઠાકરપરી ગોસ્‍વામી નામના છ શખ્‍સોને રૂપિયા ૧૧,૧૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મીઠાપુરમાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

મીઠાપુરના લાલસીંગપુર વિસ્‍તારમાં રહેતા જોધાભા હોથીભા માણેક નામના ૪૫ વર્ષના શખ્‍સને સ્‍થાનિક પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. ૧૦,૦૦૦ની કિંમતના ડીલક્ષ મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:31 pm IST)