Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

મોરબીના વીરપરડા ગ્રામ પંચાયતની મુખ્‍યમંત્રી સમક્ષ માંગઃ ‘ગામને લીલા દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરીને ખેડૂતોને વિમો આપો'

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૮ : મોરબી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ એવી વાતો થતી હતી કે હવે આ વર્ષ તો ગયું! ઠેર ઠેર મેઘરાજાને મનાવવા માટે પ્રાર્થનાઓ દુઆ થવા લાગી હતી. આખરે મેઘરાજા રિઝ્‍યા તે એવા રિઝ્‍યા છે કે હવે લીલો દુષ્‍કાળ સર્જાયો હોય તેવી સ્‍થિતિ બની છે. ત્‍યારે આ મામલે વી૨૫૨ડા ગ્રામ પંચાયતના સરપંચ અજયસિંહ નરેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ પાસે મોરબી તાલુકાના વી૨૫૨ડા ગામ તેમજ આજુ બાજુના વિસ્‍તારને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરી ખેડુતને વિમો આપવા માંગ કરવામાં આવી હતી.

આ અંગે સરપંચ અજયસિંહ જાડેજાએ પત્ર લખી રજુઆત કરતા જનવાયુ હતું કે,તેમનું ગામ છેવાડાનું ગામ છે. ત્‍યાંથી માળીયા તાલુકો તેમજ જોડીયા તાલુકાની સીમ પણ જોડાય છે. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે તેમના વી૨૫૨ડા ગામની સીમમાં સંપુર્ણપણે પાક નિષ્‍ફળ ગયો હોય ખેડુતોની આજીવિકાનું સાધન એક માત્ર ખેતી છે. જે ચોમાસાની સીઝન પર જ આધારીત હોય છે પણ તેમના વિસ્‍તારમાં કેનાલ આવતી નથી. અને ચોમાસામાં લગભગ ૩૭ ઈંચ વરસાદ વરસ્‍યો હતો અને હજુ પણ હવામાન ખાતા ઘ્‍વા૨ા વ૨સાદ તેમજ વાવાજોડાની આગાહીઓ ક૨વામાં આવી હોવાનું તેમણે જણાવ્‍યું હતું.

આ સાથે દુષ્‍કાળની સ્‍થિતી અંગે ખેડૂતોએ જણાવ્‍યું હતું કે, હાલ તમામ ખેતરોમાં પાણી ભરાયેલા છે તેમનું મુખ્‍ય વાવેતર મગફળી તેમજ બી ટી કપાસનું છે. જે સંપર્ણપણે નાશ પામેલ અને આજુ બાજુનાં ગામો જેવા કે, હજનાળી, મોડપર, કુંતાસી, રાજપર, પીપળીયા, લુટાવદ૨, મોટાભેલા, સ૨વડ, બીલીયા, નાના દહીંસરા, મોટા દહીંસરા તેમજ દરીયા કાઠાથી નજીકના બધાજ ગામોમાં પણ સંપુર્ણપણે પાક નિષ્‍ફળ ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

આ સાથે રજુઆત કરતા તેમણે જણાવ્‍યું હતું કે,પહેલા વિમો સહકારી બેંક દ્વારા પ્રીમીયમ વસુલી આપવામાં આવતો હતો જયારે હવે સરકાર દ્વારા નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે છે. ત્‍યારે અગાઉ માળીયા મીયાણા તાલુકાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરેલ પણ તેની બાજુમાંજ વિરપરડા ગામની સીમ લાગુ પડતી હોય તો પણ નુકસાન થયેલ હોવા છતાં વિમાનો લાભ મળ્‍યો ન હતો. તેથી તમામ ગામના સત્‍વરે સર્વેᅠ કરાવી અતિવૃષ્ટિના કારણે દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરી જગતના તાતને તાત્‍કાલીકના ધોરણે વિમાની સહાય ચુકવવાની તેમણે રજુઆત કરી હતી.

(12:10 pm IST)