Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ઘેલા સોમનાથ મહાદેવ ટ્રસ્‍ટના વહીવટમાં કોળી સમાજ તેમજ બીજા સમાજનો સમાવેશ કરો

પાંચાળ સર્વજ્ઞાતિ એકતા સમિતિના પ્રમુખ અને કોળી સમાજના આગેવાન વિનોદભાઇ વાલાણીની મુખ્‍યમંત્રીને રજુઆત

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૮ : ભારતીય સંસ્‍કૃતિ વસુધૈવ કુટુંબકમને વરેલી છે. ભારતભરના યાત્રાળુઓ દરેક જ્ઞાતિઓ ઘેલા સોમનાથ દાદાને શ્રધ્‍ધા અને આસ્‍થાથી શિષ નમાવી દર્શનાર્થે આવે છે તેવી પાંચાળ પ્રદેશની સંસ્‍કૃતિ અને અસ્‍મિતાની ઓળખ સમાન ઘેલા સોમનાથ મહાદેવ યાત્રાધામ ટ્રસ્‍ટમાં જસદણ વિંછીયા તાલુકાના કોળી સમાજના આગેવાનોનો તેમજ બીજા સમાજના ધાર્મિક રૂચિ ધરાવતા અગ્રણીઓનો સમાવેશ કરવા મુખ્‍યમંત્રીને રજુઆત કરી છે.

ઘેલા સોમનાથ દાદાનું ધામ વિશ્વભરમાં પ્રસિધ્‍ધ બને એ માટેના પ્રયત્‍નો કરવા જોઇએ ઘેલા સોમનાથ દાદાનું ધામ વિશ્વભરમાં પ્રસિધ્‍ધ બને એ માટેના પ્રયત્‍નો કરવા જોઇએ ઘેલા સોમનાથ દાદાનું ધામ વિવાદોથી નહી પરંતુ યાત્રાળુઓને સુવિધા અને સગવડતા સાથે સુરક્ષા પ્રદાન થાય તેવું વહીવટી મંડળ બને તેવા પ્રયત્‍નો સૌએ સાથે મળી કરવા જોઇએ ઘેલા સોમનાથ મહાદેવના નવા બનેલ ટ્રસ્‍ટ મંડળમાં શ્રેષ્‍ઠ અગ્રણીઓની નિમણુંક થયેલ છે. જે આવકારદાયક છે. પરંતુ પાંચાળ પ્રદેશ અને ઘેલા સોમનાથ યાત્રાધામ આજુબાજુ સૌથી વધારે વસ્‍તી ધરાવતા કોળી સમાજના એક પણ અગ્રણીને કમિટીમાં સ્‍થાન મળેલ નથી. યાત્રાધામ કમિટીમાં સૌથી વધારે વસ્‍તી ધરાવતા અને ધાર્મિક રૂચી ધરાવતા કોળી સમાજના ચાર અગ્રણીઓનો સમાવેશ કરવા તેમજ જસદણ વિંછીયા તાલુકામાં સમાવિષ્‍ટ અઢારેય આલમના એક એક પ્રતિનિધિનો સમાવેશ કરવા પાંચાળ  સર્વજ્ઞાતિ એકતા સમિતિ પ્રમુખ અને વિંછીયા  તાલુકા સમસ્‍ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઇ વાલાણીએ રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને કલેકટરને પત્ર પાઠવી યોગ્‍ય કરવા વિનંતી છે.

(12:06 pm IST)