Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

જામનગરમાં હાથમાં હળ સાથે માટી બચાવો અભિયાનને સાર્થક કરતા ગણેશ મહોત્‍સવ

જામનગર : સમગ્ર દેશમાં ચાલી રહેલા ગણેશ ઉત્‍સવ દરમિયાન જામનગરના કડિયાવાળા વિસ્‍તારમાં દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્‍સવમાં સેવ સોઇલ કેમ્‍પેનને લઈને ગામડાના ગણેશ બનાવવામાં આવ્‍યા છે. હાથમાં હળ સાથે માટી બચાવો અભિયાનની સાર્થક કરતા આ ગણેશ ઉત્‍સવના દર્શન કરવા મોટી સંખ્‍યામાં સ્‍થાનિક લોકો ઉમટી રહ્યા છે. પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્‍સવ દ્વારા કડિયાવાળ કડિયા બજાર વિસ્‍તારમાં એઇટ વન્‍ડર ગ્રુપના સભ્‍યો દ્વારા ખાસ પાંચ ધાન માંથી ગજાનંદ ગણપતિની ઇકો ફ્રેન્‍ડલી પર્યાવરણને નુકસાન ન કરે તે પ્રકારની મૂર્તિ બનાવવામાં આવી છે. અને આ મૂર્તિમાં પણ ખાસ ગ્રામ્‍ય જીવનને ત્રાદ્‌ર્શ્‍ય કરતું સ્‍ટેજ ઉપર બે ઉંદર ને હળ જોડી ખેતી કરતા ગણપતિ મહારાજને બિરાજમાન કર્યા છે ત્‍યારે આ અનોખા ગણેશોત્‍સવના દર્શન કરવા લોકો ઉમટી રહ્યા છે અને માટી બચાવો અભિયાનને પણ ગણેશ ઉત્‍સવ દરમિયાન લોકોમાં ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:53 am IST)