Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

પોરબંદરઃ ખેતરમાં ઝટકા મશીનના તારને અડી જતા શોર્ટ લાગવાથી કિશોરનું મૃત્‍યુ

(હેમેન્‍દ્રકુમાર પારેખલ દ્વારા) પોરબંદર તા. ૮ : તાલુકાના ઘેડ વિસ્‍તારના નવાગામમાં ખેતરમાં લગાવેલા ઝટકા મશીનના તારને અકસ્‍માતે અડી જતા શોર્ટ લાગતા ૧૬ વર્ષના દેવરાજ દેવાભાઇ પુલવાનું મૃત્‍યુ થયેલ છે.

ઘેડના નવાગામમાં વાડી વિસ્‍તારમાં ખેતરમાં ઘાસચારો કાપતા દેવરાજ દેવાભાઇ પુલવા (ઉ.૧૬) નો હાથ અકસ્‍માતે ખેતરમાં ઢોર ઘુી ન જાય તે માટે લગાવેલા ઝટકા મશીનના તારને અડી જતા શોર્ટ લાગતા દેવરાજનું મૃત્‍યુ થયેલ છે આ બનાવની પોલીસને જાણ કરતા નવાગામ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એમ.એલ. પરમાર વધુ તપાસ ચલાવી રહેલ છે.(

(11:50 am IST)