Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

માળીયામિંયાણા પાસે ડ્રગ્‍સના જથ્‍થા સાથે પકડાયેલ દેવીલાલ ૫ દિ'ના રીમાન્‍ડ ઉપર

તસ્‍વીરમાં પડકાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૯ : મોરબી એસઓજી ટીમે માળિયા નજીકથી ૧૦૦ ગ્રામ એમડી ડ્રગ્‍સના જથ્‍થા સાથે એક ઈસમને ઝડપી  લીધા બાદ કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના પાંચ દિવસના  રિમાન્‍ડ મંજુર કર્યા છે.

મોરબી એસઓજી ટીમે માળિયા હાઈવે પર ભીમસર ચોકડી ઓવરબ્રિજ નીચેથી બાતમીને આધારે આરોપી દેવીલાલ મગારામ સેવર (ઉ.વ.૨૪) રહે બાડમેર રાજસ્‍થાન વાળાને ઝડપી લીધો હતો જે આરોપી પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન (એમડી) ડ્રગ્‍સ જથ્‍થો વજન ૧૦૦ ગ્રામ કીમત રૂ ૧૦ લાખ મળી આવ્‍યો હતો જેથી આરોપી પાસેથી ડ્રગ્‍સનો જથ્‍થો કીમત રૂ ૧૦ લાખ, મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને રોકડ રકમ રૂ ૪૫૮૦ મળીને કુલ રૂ ૧૦,૦૯,૫૮૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

આ ડ્રગ્‍સ પ્રકરણની તપાસ હળવદ પીએસઆઈ રાજુભાઈ ટાપરીયાને સોંપાતા આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર કર્યા છે જે રિમાન્‍ડ દરમિયાન આરોપી ક્‍યાંથી ડ્રગ્‍સનો જથ્‍થો મેળવ્‍યો હતો અને કોને સપ્‍લાય કરવા જનાર હતો તે દિશામાં વધુ તપાસ ચલાવશે.

(11:31 am IST)