Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ગીર સોમનાથ જિલ્લા પશુપાલન વિભાગ લમ્પી સ્કીન ડીસીજને ડામવા સતત કાર્યરત

પ્રભાસ પાટણ:ગીર સોમનાથ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝ રોગને નાથવા પશુપાલન વિભાગ સતત કાર્યશીલ છે. હાલમાં ૧.૯૭ લાખ ઉપરાંત ગાય વર્ગના પશુઓમાં રસીકરણ પુર્ણ થયેલ છે. જિલ્લામા આજદીન સુધી કુલ ૧૪૮૪ પશુઓમા લમ્પી રોગ લાગુ પડેલ છે. તે પૈકી ૮૧૧ પશુઓ સાજા થયેલ છે અને ૬૨૦ પશુઓની હાલ સારવાર ચાલુ છે.

   જિલ્લામા લમ્પી રોગને અટકાવવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધીકારી અને પશુપાલન નાયબ નીયામકની દેખરેખ હેઠળ જિલ્લામા પશુપાલન વિભાગની ટીમો કાર્યરત છે. જિલ્લામા લમ્પી રોગને અટકાવવા માટે અન્ય ૫(પાંચ) મોબાઇલ પશુ દવાખાના (૧૯૬૨) ઇમરજન્સી ના ધોરણે કાર્યરત કરવામા આવેલ છે. આ સાથે જિલ્લામા કુલ ૧૫(પંદર) મોબાઇલ પશુ દવાખાના તથા ૧(એક) કરૂણા અભીયાન એમ્બ્યુલન્સ પણ હાલમાં કાર્યરત છે.

   નોધનીય છે કે  જિલ્લામા આવેલ સ્વેચ્છીક સંસ્થાઓ જેવી કે શ્રી સોમનાથ ટ્રસ્ટ તથા GHCL ફાઉન્ડેશન દ્વારા પણ આ લમ્પી રોગને અટકાવવા માટે આર્થીક સહયોગ પણ મળેલ છે. જિલ્લાના પશુપાલકોને અનુરોધ કરવામા આવે છે કે આ લમ્પી રોગ ના લક્ષણૉ પશુઓમા દેખાય તો તુરંત જ ૧૯૬૨ (ટૉલ ફ્રી નંબર) અથવા નજીક્ના તાલુકાના પશુદવાખાનાનો સંપર્ક કરવો અને જરૂર જણાય તો જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના મો.નં. ૮૨૦૦૭૬૨૬૬૬ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(12:42 am IST)