Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક - ૨ ભુજ ખાતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વિવિધ વિષયોના કોર્નરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ભુજ : કેન્દ્રીય  વિદ્યાલય ક્રમાંક-૨ ભુજમાં પ્રાથમિક વિભાગના બાળકો માટે નવી રાષ્ટ્રીય  શિક્ષણ નીતિ અંતર્ગત  વિવિધ વિષયોના કોર્નરનું  ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમનું  ઉદ્ઘાટન કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક-૨ ભુજના આચાર્ય રાજેશ ત્રિવેદી, બ્રિન્દાવનલાલ કશ્યપ તેમજ  પ્રાથમિક વિભાગના વરિષ્ઠ શિક્ષિકા છાયાબેન અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.

 કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોને શિક્ષણ શીખવવાની સામગ્રી હેઠળ, વિદ્યાર્થીઓને ચિત્રો, ગ્લોબ્સ, ચાર્ટ્સ, મોડેલ્સ વગેરે દ્વારા વિષય સમજાવવાનું કાર્ય કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ શીખવાની પ્રક્રિયામાં ઝડપી સક્રિય ભૂમિકા ભજવી શકે. ટીચિંગ લર્નિગ મટીરીયલ્સને TLM  તરીકે પણ ઓળખવામાં આવે છે. શિક્ષણને અસરકારક બનાવવા માટે ટીચિંગ લર્નિગ મટીરીયલ્સ એક ઉત્તમ સાધન છે. અભ્યાસક્રમની સામગ્રી દ્વારા શીખેલ જ્ઞાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડે છે એટલું જ નહીં પરંતુ શીખેલ જ્ઞાનને લાંબા સમય સુધી તેમની સ્મૃતિમાં પણ રાખી શકે છે. પરિણામે વર્ગનું વાતાવરણ હંમેશા હકારાત્મક રહે છે. આચાર્યના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય  વિદ્યાલય ક્રમાંક-૨ ભુજમાં શિક્ષણના વિકાસ,વિસ્તાર અને પ્રચાર માટેના કાર્યક્રમોનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે તેમ  અખબારી યાદીમાં જણાવાયું છે

(12:36 am IST)