Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જસદણ-૨૯, મોરબી-૨૭, ધોરાજીમાં ૨૧ કોરોના પોઝીટીવ

મહામારી ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ પ્રમાણમાં પ્રસરતા લોકોમાં ભારે ચિંતા

રાજકોટ,તા. ૮: કોરોના મહામારીના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવતો જાય ત્યારે ગઇ કાલે જસદણ અને તાલુકામાં ૨૯, મોરબી જીલ્લામાં ૨૭ અને ધોરાજી તાલુકામાં ૨૧ કોરોના પોઝીટીવ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.

જસદણ

(વિજય વસાણી દ્વારા) આટકોટ : જસદણ શહેરમાં કાલે કોરોના વિસ્ફોટ થયો હતો. જેમાં જસદણ શહેરમાંથી ૨૧ અને તાલુકામાંથી ૮ કેસ પોઝીટીવ આવતા લોકો ભયભીત થઇ ગયા છે.

જસદણ પંથકમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ટેસ્ટીંગમાં ગઇ કાલે હાથ ધરવામાં આવેલ અભિયાનમાં જસદણની સહિયર સોસાયટીમાં ૧૩ અને આઇ.સી.આઇ.સી બેંકના પાંચ કર્મચારી કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ ઉપરાંત શહેરના લાતી પ્લોટ, ગેબનશા સોસાયટી, ચીતલીયા કુવા રોડ અને બજરંગ નગરમાં પણ એક એક કેસ મળી આવ્યા હતા.

ઉપરાંત જસદણ પંથકના કડુકા, કનેસરા, આટકોટ, વિરનગર,સાણથલી અને કમળાપુર ગામે પણ કોરોનાના કેસ મળી આવતા લોકોમાં ભય ફેલાયો ગયો છે.

જસદણની સહીયર સીટીમાં અગાઉ ૫ અને ૬ તારીખે પણ બે દિવસમાં પાંચ કેસ પોઝીટીવ આવ્યા હોય. ગઇ કાલે સહિયર સીટીમાં ડોર -ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧૩ કેસ  મળી આવ્યા હતા. જેમાં એક પરીવારમાં ૬ સભ્યો સંક્રમીત થયા છે. જ્યારે આઇ.સી.આઇ.સી બેંકમાં ૬ તારીખે એક કર્મચારીને પોઝીટીવ આવતા ગઇ કાલે બાકિના સ્ટાફની તપાસ કરવામાં આવી હતી. જેમાં પાંચ કર્મચારી પોઝીટીવ આવ્યા.

જસદણ સરકારી દવાખાને શરૂઆતથી કોરોના રિપોર્ટ કરતા કર્મચારીને પણ ગઇ કાલે કોરોના પોઝીટીવ આવતા તેને સારવાર માટે રાજકોટ મોકલવવામાં આવ્યા છે. જ્યારે બાકિના દર્દીને હોમ કોરોન્ટાઇન કરવમામાં આવ્યા છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી :મોરબી જીલ્લામાં સોમવારે કોરોનાના નવા ૨૭ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.

મોરબી જીલ્લામાં નવા કેસોમાં મોરબી તાલુકામાં ૦૩ ગ્રામ્ય અને ૧૮ શહેરી વિસ્તારના મળીને કુલ ૨૧ કેસ નોંધાયા છે જયારે વાંકાનેર તાલુકામાં ૦૩ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારના સહીત કુલ ૦૪ કેસ જયારે હળવદમાં ૦૧ શહેરી અને ૦૧ ગ્રામ્ય વિસ્તારના કેસો નોંધાયા છે જયારે આજે વધુ ૨૮ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી સ્વસ્થ થયા છે.

નવા ૨૭ કેસો સાથે કુલ કેસનો આંક ૧૧૪૬ થયો છે જેમાં ૨૪૨ એકટીવ કેસ છે જયારે ૮૪૭ દર્દીઓ સ્વસ્થ થયા છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં વધુ ૨૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ધોરાજી શહેર માં ૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. જ્યારે ધોરાજી ગ્રામ્યમાં ૧૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.

 જેમાં ૩૯ વર્ષિય મહીલા રહે વાડોદર,૬૦ વર્ષિય વુદ્ઘા રહે વાડોદર,૧૫ વર્ષિય યુવતી રહે વાડોદર,૬૭ વર્ષિય વુદ્ઘા રહે વાડોદર, ૭૨ વર્ષિય વુદ્ઘ રહે હિરપરા વાડી, ૬૪ વર્ષિય વુદ્ઘા રહે હિરપરા વાડી, ૩૮ વર્ષિય મહીલા રહે હિરપરા વાડી ,૬૨ વર્ષિય વુદ્ઘ રહે રવિ કિરણ એપાર્ટમેન્ટ,  ૫૦ વર્ષિય મહીલા રહે તોરણીયા, ૪૧ વર્ષિય પુરુષ રહે જેતપુર રોડ ક્રાંતિ પાન સામે, ૬૫ વર્ષિય વુદ્ઘા રહે હવેલી શેરી, ૭૦ વર્ષિય વુદ્ઘા રહે બસ સ્ટેન્ડ સામેઙ્ગ, ૨૩ વર્ષિય યુવક રહે બસ સ્ટેન્ડ પાછળ, ૫૬ વર્ષિય પુરુષ રહે પંચશીલ સોસાયટી ,૫૫ વર્ષિય પુરુષ રહે મોટીમારડ, ૧૯ વર્ષિય યુવક રહે નાની પરબડી, ૪૫ વર્ષિય પુરુષ રહે નાની પરબડી, ૫૫ વર્ષિય પુરુષ રહે તોરણીયા, ૭૫ વર્ષિય વુદ્ઘા રહે તોરણીયા, ૪૫ વર્ષિય મહીલા રહે તોરણીયા, ૨૪ વર્ષિય યુવતી રહે તોરણીયાઙ્ગ

ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ ૬૦૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.

સોની બજારમાં રહેતા ૩૨ વર્ષિય યુવક નું કોરોના ને કારણે મૃત્યુ થયેલ છે.

ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ કોરોના ને કારણે ૩૦ લોકોઙ્ગ મૃત્યુ પામેલ છે. ધોરાજીમાં કોરોનાના કેસ વધવાને કારણે ગાંધીનગરથી આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ ધોરાજી આવે તેવી સૂત્રોમાંથી માહિતી મળેલ છે.

(11:15 am IST)