Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સોમવારે પેટ્રોલ-ડિઝલનાં ભાવવધારાના વિરોધમાં ભારત બંધના એલાનમાં જોડાવવા જામનગર કોંગ્રેસની અપીલ

જામનગર, તા., ૮: તા.૧૦-૯-ર૦૧૮ના રોજ એઆઇસીસી દ્વાા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ બજારમાં ક્રુડ ઓઇલનો સતત ભાવ ઘટાડો થતો હોવા છતા ભારત સરકારની નાકામ નીતીના કારણે દિન પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલનો અસહ્ય ભાવ વધારો થતો રહે છે. જેના કારણે જીવન જરૂરીયાતની તમામ વસ્તુ અસહ્ય મોંઘવારીનો માર સામાન્ય તથા ગરીબ માણસોને ભોગવવો પડે છે.

તથા ગુજરાત સરકારની ખેડુત વિરોધી નીતીઓથી ગરીબ ખેડુતો આત્મહત્યા કરવા મજબુર થઇ રહયા છે. જે રાજયોમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખેડુતોના દેવા માફ કરવામાં આવે છે. અને ગુજરાતમાં છેલ્લા ર૩ વર્ષથી ભાજપની સરકાર હોય કયારેય પણ દેવુ માફ કરવામાં આવેલ નથી તેમજ મોટા ઉદ્યોગપતિની લોનો સરકાર દ્વારા માફ કરવામાં આવે છે. પણ ગરીબ ખેડુત તથા આમ જનતા માટે ભાજપ સરકારની બેવડી નીતી કેમ? તેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા સમગ્ર જનતાને અપીલ કરી છે. (૪.૮)

(4:28 pm IST)