Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારો અને મોંઘવારીના ભુંડા હાલઃ વિક્રમભાઇ માડમનો આક્ષેપ

જામનગર, તા., ૮: આજ.ે દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવો લીટરે રૂ. ૮૦એ પહોંચી ગયા છે. જેના કારણે લોકોની જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે. ટ્રાન્સપોર્ટેશન, ટ્રાવેલીંગ, સિંચાઇ સહીતના તમામ ક્ષેત્રોનાં ભાવો ભળકે બળી રહયા છે. રૂપીયાની કિંમત આંતરરાષ્ટ્રીય ચલણ સામે તળીયે બેસી ગઇ છે. જેના કારણે દેશમાં આયાતો થતી વસ્તુઓના ભાવો ભળકે બળી રહયા છે. જેની અસરથી પીડા-મુશ્કેલીઓ આમ જનતા અને ગરીબ પ્રજા તથા ખેડુત, મજુરો વિગેરે ભોગવી રહયા છે. નાના માણસો, ગરીબ પછાત વર્ગના લોકો મજુરીએ જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

ડીઝલ-પેટ્રોલના ભાવો સતત વધે છે આવા વધતા ભાવોને રોકવા અને ભાવો નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકાર નથી ઘટાડતા એકસાઇઝ કે રાજય સરકાર નથ ઘટાડતી વેટ ભલે આમ જનતા સામાન્ય લોકો ભીંસાતા રહે. આ છે ભાજપની તાનાશાહી અને શાસકોની નિષ્ઠુરતા અને આ લુંટારી સરકાર ભલે આમ પ્રજાને લુંટતી રહે.

યુપીએ સરકારનાં સમયમાં પેટ્રોલ-ડીઝલ રૂ. ૬૦નો આંકડો વટાવતી ત્યારે ભાજપી કાર્યકર્તાઓ શેરીઓ અને ગલીઓમાં હાકોટા પાડતા અને સરકાર વિરૂધ્ધ આંદોલન, હડતાલો પાડવા પ્રજાને ઉશ્કેરતા હતા ત્યારે આ ભાજપના નેતાઓ અત્યારે કયાં ખોવાઇ ગયા છે? તેમ ધારાસભ્ય વિક્રમભાઇ માડમે આક્રોશ વ્યકત કર્યો છે. (૪.૭)

(4:27 pm IST)