Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ખંભાળીયાના લાલપરડાનાં આહિર યુવક પાસેથી બેન્કમાં ર શખ્સો પોણા લાખ ઉઠાવી ગયા

ખંભાળીયા તા. ૮ :.. તાલુકાના લાલપરડા ગામે રહેતા  નાથાભાઇ સુવા નામનો શખ્સ ગઇકાલે બપોરે ખંભાળીયાની મુખ્ય બજારમાં આવેલી સેન્ટ્રલ બેંકમાં પોતાના પાક વીમાની રકમ લેવા ગયો હતો.

૮૦ હજારની ર૦૦૦ રૂ. ની નોટો તથા ૧૦ હજારની ૧૦૦ રૂ. ની નોટ મળી ૯૦,૦૦૦ લઇ ખિસ્સામાં રાખીને આ શખ્સ પાસબુકમાં એન્ટ્રી પાડવા માટે લાઇનમાં ઉભો રહેતા પાછળથી બે યુવાનોએ તેના સાથે ધક્કામુકી કરી ર૦૦૦ ની નોટમાંથી ૭૮૦૦૦ ઉઠાવી ને નાસી ગયા હતાં.

બનાવની જાણ થતાં નાથાભાઇએ સેન્ટ્રલ બેંકના મેનેજરને જાણ કરતા તેમણે પોલીસને જાણ કરતા પો. સ. ઇ. ઇન્ચાર્જ પી. આઇ. શ્રી કવિતાબેન ઠાકરીયાએ પોલીસ પાર્ટી સાથે બેંકે જઇને સી. સી. ટી.વી. ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી.

મોડી સાંજે નાથાભાઇ સુવાએ આ અંગે પોલીસમાં ફરીયાદ પણ કરી છે.

બેંકમાં કતારમાં ઉભેલા ગ્રાહક પાસેથી ૭૮૦૦૦ ની રકમ ઉઠાંતરીનો બનાવ ભારે ચકચાર બનેલો છે. (પ-રર)

 

(4:26 pm IST)