Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

રાજુલા તાલુકાના ખેડૂતો-ખાતેદારોને તાલપત્રી, દવાના પંપ માટે સહાય અપાશે

રાજુલા માર્કેટ યાર્ડના ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજુલા તા.૮: રાજુલા માર્કેટયાર્ડની મળેલ જનરલ બોર્ડ મીટીંગમાં નિર્ણય કર્યા મુજબ રાજુલા તાલકુાના ખેડૂત ખાતદારો ભાઇઓ માટે તાલપત્રીમાં રૂ. પ૦૦/- માર્કેટ યાર્ડ-રાજુલા દ્વારા સહાયથી આપવામાં આવે છે. તેમજ બેટરીવાળા દવા છંટકાવ પંપમાં રૂ. ૬૦૦/- માર્કેટ યાર્ડ-રાજુલા દ્વારા સહાયથી આપવામાં આવે છે. જે માટે રાજુલા તાલુકાના  ખેડૂત ભાઇઓએ ૭/૧૨, ૮-અ તથા આધારકાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. તો આ યોજનાનો ખેડૂત ભાઇઓ વધારેમાં વધારે લાભ લે તે માટે માર્કેટ યાર્ડ-રાજુલાની ઓફીસે સવારે ૧૦ થી ૧ તેમજ બપોરે ૩ થી પ વાગ્યા સુધી વિતરણ ચાલું રહેશે.

 

માર્કેટ યાર્ડ-રાજુલા દ્વારા ખેડૂતોને આકસ્મીક વિમો રૂ. ૫૦૦૦૦/- આપવામાં આવે છે. તેમજ માર્કેટ યાર્ડ-રાજુલા દ્વારા ખેડૂતભાઇઓને સસ્તુ ડીઝલ મળી રહે તે માટ જગ્યાની ફાળવણી કરી આપવામાં આવેલ છે.

આ તમામ યોજનાનો ખેડૂતભાઇઓ બહોળી સંખ્યામાં લાભ લે તે માટે માર્કેટ યાર્ડ-રાજુલાની જનરલ બોર્ડ મીટીંગમાં ચેરમેનશ્રી જીજ્ઞેશભાઇ એમ. પટેલ, વા.ચેરમેનશ્રી સામતભાઇ બી. વાઘ, સદસ્યશ્રીઓ ચીથરભાઇ પી. જીંજાળા, મનુભાઇ ડી. ધાખડા, શામજીભાઇ એલ. ચોૈહાણ, રમેશભાઇ વી. વસોયા, જશુભાઇ પી. ખુમાણ, છગનભાઇ એમ. ધડુક, રહેમાનભાઇ એલ. સેલોત, રાજેશભાઇ આર. પરસાણા, જસમતભાઇ પી. કલસરીયા, ધિરૂભાઇ સી. રાદડીયા, દુલાભાઇ વી. વાવડીયા, રાજેશભાઇ ડી. રાઠોડ તથા સેક્રેટરીશ્રી વિ.પી. પાંચાણીની ઉપસ્થિતિમાં નક્કી કરવામાં આવેલ છે

(12:29 pm IST)