Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

વાંકાનેરમાં ગણેશોત્સવ ઉજવણીની તૈયારીઃ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો

વાંકાનેર તા.૮: વિધ્નહર્તા ગણપતીનો ઉત્સવ ભવ્યતાથી ઉજવવા તૈયારીઓ શરૂ થઇ ગઇ છેે અને દર વર્ષની જેમ શહેરના તમામ પંડાલમાં બીરાજમાન ગણેશજીની સ્થાપ્ના પહેલા જીનપરામાંથી ભવ્ય શોભાયાત્રા રૂપે શહેરના રાજમાર્ગો પરથી ફરી માર્કેટચોકે યાત્રા પુર્ણ કરી બાદ પંડાલમાં સ્થાપ્ના કરવા અને તેમા જરૂરી માર્ગદર્શન તથા સુચનો માટેની મીટીંગ શ્રી ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ જીતુભાઇ સોમાણીની ઉપસ્થિતિમાં અત્રેની શ્રી લોહાણા મહાજન વાડીમાં યોજાઇ હતી.

વાંકાનેરની ઉત્સવપ્રિય જનતા અને ભાવિકો દ્વારા નંદલાલાનો પ્રાગટયદિન ભકિતભાવથી ઉજવાયો સાતમ-આઠમના મેળાની મોજ પણ કરી અને હવે દરેક પ્રસંગમાં જેમની પ્રથમ સ્થાપના થાય છે તેવા ભગાવન શંકર અને માતા પાર્વતીના પુત્ર ગણપતી બાપાનો ઉત્સવ ધામધુમથી ઉજવવા થનગની રહયા છે.

અને દર વર્ષની જેમ જુદા-જુદા વિસ્તારના પંડાલમાં બિરાજમાન થનાર ગણેશજીની પ્રતિમા આ સાથેના વાહનો સાથેેની ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમોની રૂપરેખા અને સુચનો માટે મળેલ મીટીંગમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ જીતુભાઇ સોમાણી ગાયત્રી શકિત પીઠના અશ્વનીભાઇ રાવલ, રઘુનાથજી મંદિરના રેવાદાસ હરીયાણી, ફળેશ્વર મહાદેવ મંદિરના કાનજીભાઇ પટેલ (પટેલબાપુ), રાજયગુરૂ નાગાબાવાજી જગ્યાના મહંત જગદીશગીરી ગોસ્વામી, શહેર ભા.જ.પ. પ્રમુખ દીનુભાઇ વ્યાસ, તાલુકા ભા.જ.પ. પ્રમુખ હકાભાઇ, ડો. ભરતસિંહ ઝાલા, કાળુભાઇ કાકરેચા, બાબુભાઇ ઉધરેજા, દલપતગીરી ગોસ્વામી, હીરાભાઇ બાંભવા, શાંતુભા ઝાલા, અર્જુનસિંહ, નગર પાલિકાના પ્રમુખ રમેશભાઇ વોરા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભા.જ.પ.ના ઇન્દુબા જાડેજા, ચેતનગીરી ગોસ્વામી, ભાટ્ટી એન, પુર્વ પ્રમુખ દેવજીભાઇ કૃણપરા, મનુભાઇ સારેસા, કાંતિલાલ કુંઢીયા, અમરશીભાઇ મઢવી, વિનુભાઇ કોટક, ગોરધનભાઇ મૈજડીયા ઉપરાંત નગરપાલિકાના સદસ્યો, જુદા-જુદા ગામડાથી પધારેલા સરપંચો અને સદસ્યો, રસીકભાઇ રાજવીર, અરવિંદભાઇ અબ્બાસણીયા, રસીકભાઇ વોરા સહિતના અનેક અગ્રણીઓ અને ગણેશ ઉત્સવ ઉજવતા પંડાલના સંચાલકો-કાર્યકરો અને ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમના પ્રારંભે દિપ પ્રાગટય બાદ મંચસ્થ સંતો-મહંતો અને અગ્રણીઓનું સન્માન કરવામાં આવેલ.

મંચસ્થ અગ્રણીઓએ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપતા જણાવેલ કે ભારતમાં ઋષીકાળથી હિન્દુ ધર્મના ઉત્સવો ઉજવાય છે. અને આપણા ઇષ્ટદેવ ભગવાનના પ્રાગટય દિનો ભકિત-ભાવ સાથે ઉજવવા જ જોઇએ ઉત્સવોની ઉર્જાથી વિ-ધર્મીઓનો નાશ સાથે આપણા ધર્મને ઉજવવા એ આપણી ફરજ છે. શ્રી ગણેશ ઉત્સવ સમિતિ જીતુભાઇ સોમાણીના નેતૃત્વ હેઠળ ચાલે છે અને તેઓ ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો કરે છે. તેમાં આપણે સોૈએ તન-મન-ધનથી આ ભકિતભર્યા પ્રસંગમાં બહોળી સંખ્યામાં જોડાવા અને રંગેચંગેે દુદાળા દેવનો પ્રસંગ ઉજવવા આહવાન કરેલ. જીતુભાઇ સોમાણીએ ગણેશ ઉત્સવ સમિતિ આયોજીત શોભાયાત્રામાં ગત વર્ષ ૩૨ થી વધુ ગણપતી રથ સામેલ થયેલ આ વર્ષ આપણી આ શોભાયાત્રામાં ગજાનન ગણપતી બાપાના ૫૧ પંડાલો જોડાય અને ભવ્ય શોભાયાત્રા શહેરમાં નિકળે તેવું આહવાન કરેલ સાથે ધર્મ-ભકિત અને આવા ઉત્સવોથી એકતાના દર્શન થાય છે, દેશમાં વધતા જતા આતંકવાદીઓના હુમલા અને કરતુતોને જવાબ દેવા આપણે પણ તૈયાર રહેવું પડશે તેમ જણાવેલ અને ગણેશ ઉત્સવ નિમિતે નિકળનારી શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં પંડાલો અને ભાવિકોને ઉમટી પડવા આાહવાન કરેલ. અંતમાં રાજ સોમાણીએ આભારની લાગણી વ્યકત કરેલ. કાર્યક્રનું સંચાલન યોગેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું.(૧.૨)

(12:25 pm IST)