Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ઉનાના પ્રાચીન ગુપ્ત પ્રયાગમાં અમાસનો મેળો

 ઉના અહીથી ૭ કી.મી. દુર પ્રાચિન ગુપ્ત પ્રયાગ તિર્થ સ્થાનમાં ભાદરવી અમાસ નિમિતે ૩ દિવસનો લોક મેળાનો પ્રારંભ સવારે સંત મુકતાનંદબાપુ ચાપરડાવાળાના હસ્તે ધ્વજા પુજન, યજમાનો દ્વારા કરાઇ બાળદેવજીના મંદિરે અખડાની પરંપરા મુજબ પ્રારંભ કરાયો હતો તથા બપોરથી ૩ દિવસ સુધી આવનાર યાત્રાળુ માટે વિનામુલ્યે સવાર-સાંજ ચા તથા બપોરેને રાત્રે મહાપ્રસાદના અન્નક્ષેત્રનો પ્રારંભ મુખ્ય પ્રયાગના સંત વિવેકાનંદબાપુએ કરાવ્યો હતો સીમર જગજીવનબાપુ સેવા આશ્રમમાં સંત હિમતજીવનબાપુએ પધારી આર્શિવચન આપેલ હતા. સાથે ગંગા, વિશ્નુ કુંડે દિપ પ્રાગટય ત્થા ગંગા આરતી યોજાઇ હતી તેમ ગુપ્ત પ્રયાગમાં શ્રી મહાકાળી માતાજીના મંદિરે મહંતશ્રી નરોતમદાસ, ગુરૂશ્રી ૧૦૦૮ રામનારાયણદાસ તથા સેવકગણ દ્વારા ૮-૯ને શનીવારે સંતવાણી, ધુન ભજન, તથા ૯-૯ રવિવારે વિનામુલ્યે યાત્રીકો માટે આખો દિવસ અન્નક્ષેત્ર શરૂ કરાશે ૯/૯ ને રવિવારે સાંજે ૬ કલાકે મેળાની પુર્ણાહુતિ કરાશે.(૬.૧૨)

(12:21 pm IST)