Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

રાફેલ કૌંભાંડ ૪૧ હજાર કરોડનું? કેન્દ્ર સરકાર સામે કચ્છમાં કોંગી સાંસદ સંજય સિંહના આક્ષેપો

ભુજ, તા.૮: (ભુજ)દેશની રક્ષા માટે ફ્રાન્સ ની ડેસોલ્ટ કંપની પાસે થી લેવાયેલ ફાઇટર જેટ રાફેલ ના સોદા મા થયેલા ભ્રષ્ટચાર ના મુદ્દે મોદી સરકાર સામે ભારત મા તેમ જ ફ્રાન્સ મા પણ સવાલો થઈ રહ્યા છે. જે રીતે બોફોર્સ તોપ મા જે તે સમયે સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધી અને કોંગ્રેસ ની સરકાર વિરુદ્ઘ ભાજપ સહિત ના વિરોધ પક્ષો એ બુમરાણ મચાવીને બોફોર્સ કૌભાંડ ને ચગાવ્યું હતું તે જ રીતે હવે કોંગ્રેસ ના મોટા ગજા ના નેતાઓ જિલ્લા કક્ષા એ પ્રેસ કોંફરન્સ કરીને મીડીયા દ્વારા રાફેલ ફાઇટર જેટ ની ખરીદી મા ભ્રષ્ટાચાર ના મુદ્દે મોદી સરકારને ભીંસ મા લઈ રહી છે.

ભુજ મા કોંગ્રેસ ના મોટા ગજાના નેતા અને સાંસદ સજયસિંહે પ્રેસ કોંફરન્સ યોજીને રાફેલ ફાઇટર જેટ પ્લેન ના સોદા મા એક રાફેલ ફાઇટર જેટ ના ૫૨૬ કરોડ ને બદલે ૧૬૭૦ કરોડ ચૂકવીને એક રાફેલ ફાઇટર જેટ દીઠ ૧૧૪૪ કરોડ રૂપિયા વધુ ચૂકવીને કુલ ૪૧ હજાર ૨૪૬ કરોડ રૂપિયા વધુ ચૂકવ્યા છે જે અત્યાર સુધી નું સૌથી મોટું કૌભાંડ છે. મૂળ યુપીએ સરકારે ફ્રાન્સ ની ડેસોલ્ટ કંપની સાથે ૧૨૬ રાફેલ ફાઇટર જેટ પ્લેન ની ડીલ ફાઇનલ કરી હતી. પણ ત્યાર બાદ ભાજપ ની સરકાર સતા મા આવી અને તેમણે રાફેલ ફાઇટર જેટ પ્લેન ના ફ્રાન્સ સાથે ના સોદા મા ફેરફાર કર્યો હતો. મોદી સરકારે ૩૬ રાફેલ ફાઇટર જેટ પ્લેન ફ્રાન્સ પાસે થી ખરીદવાનું નક્કી કર્યુ. કોંગ્રેસ કહે છે કે, મોદી સરકારે રાફેલ ના ભાવ વધુ ચૂકવ્યા અને સોદો ફેન્સની ડેસોલ્ટ કંપની સાથે પાર પાડવા દેશની સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિકસ કંપની ને આપવામાં આવ્યો હતો.

જે રદ કરીને અનિલ અંબાણી દ્વારા ઉભી કરાયેલ માત્ર ૧૨ દિવસ જુની કંપની રિલાયન્સ ડિફેન્સ ને આ સોદો ૧ લાખ ૩૦ હજાર કંપનીને આપી દીધો. રિલાયન્સ અને ડેસોલ્ટ કંપનીએ આ માટે સયુંકત સાહસ ડેસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ કંપની ઉભી કરીને નાગપુર માં ૧૦૦ એકર જમીન પણ ખરીદી છે. મોદી સરકાર રક્ષા સોદાને સિક્રેટ રાખવાનું બહાનું આપીને ફાઇટર જેટ ની કિંમત વિશે માહિતી આપવામાં આનાકાની કરે છે એવો આક્ષેપ કોંગ્રેસે વડાપ્રધાન મોદી ઉપર કર્યો છે. આ સોદો પોતાની મનગમતી કંપનીને આપવા મોદી સરકારે તમામ નિયમો નેવે મૂકીને દેશની જનતાની આંખમાં ધૂળ નાખી છે. દેશની પ્રજાને પોતે ચોકીદાર હોવાનું કહેતા નરેન્દ્ર મોદી ચોકીદાર છે કે ભાગીદાર એવો ચોંકાવનારો આક્ષેપ કોંગ્રેસ પક્ષ તરફથી સાંસદ સજયસિંહે કર્યો હતો. દેશના સંરક્ષણ મંત્રી અને આખી કેન્દ્ર સરકાર રાફેલ ડીલ ને છાવરે છે ખરેખર કેન્દ્ર સરકાર સંસદીય સમિતિ ની રચના કરી સમગ્ર રાફેલ જેટ ની ખરીદીની તપાસ કરે તેવી માંગ કોંગ્રેસ કરી રહી છે. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ ના આગેવાનો કૈલાસદાન ગઢવી, ઉષાબેન ઠક્કર, જુમા રાયમા, આદમ ચાકી, નવલસિંહ જાડેજા,જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય સંતોકબેન પટેલ, ભચુભાઈ આરેઠીયા, નરેશ મહેશ્વરી, રાજેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૫)

(12:20 pm IST)