Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

પોરબંદરમાં બોગસ ચેક બેન્કમાં જમા કરાવીને કરોડોની રકમ ઉપાડવાની કોશીષના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

પોરબંદર તા. ૮ :. બોગસ ચેક બેન્કમાં જમા કરાવીને ૧પ કરોડની રકમ ઉપાડવાની કોશીષના ગુન્હામાં ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી અમદાવાદના કરણસિંહ ઉર્ફે કનકસિંહ હરિસિંહ વાઘેલાને પોરબંદરની પેરોલ-ફર્લો સ્કોવર્ડે બાતમીના આધારે નડીયાદના કંજરા ગામેથી પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચનાઓ અન્વયે પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ મોહન સૈની દ્વારા પેરોલ-ફર્લોસ્કોડના  ઇ.ચા. પોલીસ સબ ઇન્સ્પેકટર એચ. સી. ગોહીલ તથા સ્ટાફને  માર્ગદર્શન અને સુચના કરવામાં આવેલ જે અન્વયે પીએસઆઇ ગોહીલ દ્વારા ગુનાના નાસતા ફરતા આરોપી કરણસિંહ ઉર્ફે કનકસિંહ હરિસિંહ વાઘેલા રહે. મણીનગર  અમદાવાદ સામે ગુનો દાખલ થયા પછી પોતાનું રહેણાંક મકાન બદલાવી છૂપી જગ્યાએ રહેવા જતો હોય તે અંગે ટેકનીકલ સોર્સીયથી કરી હકિકત મેળવતા આરોપી હાલ ખેડા જિલ્લાના નડીયાદ તાલુકાના કંજરી ગામે રહેતા હોવાનું જણાતા પોલીસ અધિક્ષકશ્રી રવિ મોહન સૈની દ્વારા પેરોલ- ફર્લો સ્કોડની ટીમને ખેડા જિલ્લામાં તપાસમાં મોકલવામાં આવેલ અને આરોપીનું ગામ ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હોય ચકલાસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ  જીગર પટેલ તથા પોલીસ કોન્સ. સોહિલભાઇને મદદમાં સાથે રાખી આરોપીને તેમના રહેણાંક મકાનેથી દબોચી લેવામાં આવેલ અને આરોપીને તેમના રહેણાંક મકાનેથી દબોચી લેવામાં આવેલ અને આરોપીને પોરબંદર લાવી કોવિંદ-૧૯ ના રીપોર્ટ માટે ભાવસિંહજી હોસ્પીટલ મોકલી આપવામાં આવેલ છે.

ર૦૧૦ ના વર્ષમાં આ કામના આરોપીઓએ પોરબંદરના એક ટ્રસ્ટના નામે રૂપિયા ૧પ કરોડનો બોગસ ચેક બનાવી ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવી નાણા ઉપાડવાની કોશીષ કરતી વખતે છાંયા એસ. બી. આઇ. બેંકના મેનેજરશ્રીના ધ્યાન ઉપર આવેલ કે આવી મોટી રકમનો ચેક કોના દ્વારા આપવામાં આવેલ છે તે બાબતે તપાસ કરાવતા આ ચેક બોગસ હોવાનું જણાતા એસબીઆઇ બેંક એમ. જી. રોડ પોરબંદરના અધિકારીએ ફરીયાદ કરતા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧ વિ. મુજબનો ગુન્હો દાખલ કરેલ છે.

આ કામગીરી પેરોલ-ફર્લો સ્કોડના પીએસઆઇ હરદેવસિંહ ગોહીલ તથા એએસઆઇ અરવિંદભાઇ સવનીયા તથા હેડ કોન્સ. પિયુષભાઇ બોદર તથા કોન્સ્ટેબલ પ્રકાશભાઇ નકુમ તથા કો. દેવેન્દ્રસિંહ ગોહીલ તથા વજશીભાઇ વરૂ તથા રોહિતભાઇ વસાવા તેમજ ટેકનીકલ સેલના પોલીસ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(12:44 pm IST)