Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

જુનાગઢમાં લોકડાઉનમાં બેકાર રીક્ષા ચાલકે મંદિર દરગાહમાં ચોરી કરી

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઝડપી લીધો

જૂનાગઢ તા. ૮ : જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પો. ઇન્સ. આર.જી. ચૌધરી, પીએસઆઈ આર.જી.મહેતા, પીએસઆઈ બી.આર.ચાવડા તથા સ્ટાફના હે.કો. વિક્રમસિંહ, સુભાષભાઈ, પ્રવીણભાઈ, વિકાસભાઈ, મોહસીનભાઈ, અનકભાઈ, વનરાજસિંહ, દિનેશભાઇ, કમાન્ડ એન્ડ કંટ્રોલના પીએસઆઇ પી.એચ.મશરૂ તથા અનોપસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ટેકિનકલ સોર્સ તથા સીસીટીવી ફૂટેજ આધારે મળેલ માહિતી આધારે પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે આરોપી અદરેમાન ઇસ્માઇલભાઈ શેખ ઉ.વ. ૫૬ રહે. ભાટિયા ધર્મશાળા રોડ, મેઘાણી મેન્શન ના ડેલામાં, જુનાગઢ નેઙ્ગ ઘરફોડ ચોરીમા ગયેલ મુદ્દામાલ ત્રાબાનો નાગ, પિતળની આરતી, ત્રિશુલ, દિવી, ટંકોરી, પ્લાસ્ટિકનો તેલ ભરેલો શિશો, ગુન્હામાં વાપરેલ ઓટો રીક્ષા GJ06AV7161 મળી, કુલ રૂ. ૬૩,૫૦૦ના મુદામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તપાસ દરમિયાન બીજા ગુન્હામાં ગયેલ મુદામાલ ૨૦ કિલોના મણકા નંગ ૦૨ કિંમત રૂ. ૧,૫૦૦ લાકડા કાપવાનું મશીન નંગ ૦૧ કિંમત રૂ. ૧,૫૦૦, કબૂતર નંગ ૧૫ કિંમત રૂ. ૨,૦૦૦ કુરાન શરીફ, વિગેરે મળી કુલ રૂ. ૫,૩૦૦ સહિતનો મુદામાલ પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી અદરેમાન ઇસ્માઇલભાઈ શેખની પૂછરછ કરતા, પોતે ઓટો રીક્ષા ચલાવતો હોઈ, લોકડાઉન દરમિયાન બેકારી હોઈ, રૂપિયાની જરૂર પડતા આ ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરેલ હતી.

આમ, જૂનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા તાજેતરમાં બે ધાર્મિક સ્થાનોમાં થયેલ ઘરફોડ ચોરીઓનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી, તમામ મુદામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી અદરેમાન ઇસ્માઇલભાઈ શેખ ભૂતકાળમાં કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ નથી.ઙ્ગ પોતે કવાલી ગાવાનો શોખીન હોઈ, નશો કરવાની પણ આદત હોય, આ ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરતા, આગળની તપાસ એ ડિવિઝન પો. ઇન્સ. આર.જી. ચૌધરી, પીએસઆઈ આર.જી.મહેતા, પીએસઆઈ બી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.(

(12:38 pm IST)