Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

મોરબીમાં ૭૧માં વન મહોત્સવની ઉજવણી

મોરબીઃ ૭૧માં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ ઉર્જા વિભાગના મંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષપદે યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજા રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે મુખ્ય વન સંરક્ષક તકેદારી,ઙ્ગગાંધીનગરના એફ. એલ. ખુબાંગ (આઇ.એફ.એસ) ઉપસ્થિત રહ્યા હતા.. આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત મદદનિશ વન સંરક્ષક એન.એ. ખાવડીયાએ કર્યુ હતું. ત્યાર બાદ મહેમાનોને રોપા આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.મંત્રી સૌરભભાઇ પટેલએ જણાવ્યુ હતુ કે,ઙ્ગકલાઇમેન્ટ ચેન્જના કારણે ગરમી વધી રહી છે. આ બાબતે દુનિયાના બધા નેતા ભેગા થઇને વિચારણા કરી રહયા છે. આ વિચારણામાં ૧૫૦ થી વધુ દેશોના નેતાઓએ ભેગા થઇને નક્કી કર્યુ કે બધી એવી વસ્તુનો વપરાશ ઓછો કરવો જોઇએ કે જે પર્યાવરણને નુકશાન કરે છે. આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોલાર સીસ્ટમને મહત્વ આપવા જણાવ્યુ છે. આ પ્રસંગે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્ત્।મભાઇ સાબરીયા,ઙ્ગજુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. વી.પી. ચોવટીયા,ઙ્ગજુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડાયરેકટર ઓફ એકસટેન્શન એજયુકેશન ડો. બી.કે. સગારકા,ઙ્ગજિલ્લા કલેકટર જે.બી. પટેલ,ઙ્ગપોલીસ અધિક્ષક એસ.આર.ઙ્ગઓડેદરા,ઙ્ગમોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર,ઙ્ગકૃષિ વૈજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક સર્વે ડો. હેમાંગીબેન મહેતા,ઙ્ગડો.સરડવા,ઙ્ગડો.હિરપરા,ઙ્ગડો.સિપાહી,ઙ્ગમદદનિશ વન સંરક્ષક એસ.કે. કોટડીયા,ઙ્ગભાજપ અગ્રણી દુલર્ભજીભાઇ દેથરીયા સહિતના અગ્રણીઓ ૭૧માં વન મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી ઉજવણીમાં સહભાગી થયા હતા. ઉજામંત્રી ઉપસ્થિતીમાં વનમહોત્સવ ઉજવણીનો પ્રારંભ કરાયો તે તસ્વીર.

(11:54 am IST)