Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

સોમનાથમાં ત્રિવેણી સંગમ કિનારે આવેલ ઇલેકટ્રીક સ્મશાન પાંચ દિવસથી બંધ-નગરપાલીકાની બેદરકારી

પ્રભાસ પાટણ,તા. ૮: સોમનાથ ત્રિવેણી સંગમ કિનારે પરશુરામની તપોભૂમિમાં સ્મશાન આવેલ છે. આ સ્મશાનમાં નગરપાલીકા સંચાલીત ગેસ આધારીત ઇલેકટ્રીક સ્મશાન આવેલ છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી બંધ છે.

ચોમાસાની સીઝન ચાલતી હોય લાકડામાં ભેજનું પ્રમાણ હોવાથી લાકડા ઉપર મૃતક વ્યકિતને બાળવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. અને ચાલુ વરસાદને કારણે વારંવાર અગ્નિ બંધ થઇ જાય છે. જેથી સ્મશાને આવેલ મૃતકનાં સ્વજનો અને અન્ય લોકોનો સમયનો ખુબ જ બગાડ થાય છે.

આ પવિત્ર સ્મશાન ઘાટમાં ઇલેકટ્રીક સ્મશાન આવેલ છે. પરંતુ તે વારંવાર બંધ થઇ જાય છે. છતા નગરપાલીકાના જવાબદાર લોકો કોઇ જાતનું ધ્યાન આપતા નથી આ ત્રિવેણી સ્મશાનમાં વેરાવળ, પાટણ, અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનાં લોકો મૃતક લોકોને અગ્નિદાહ માટે આવે છે. જેથી આ સ્મશાનમહાં સતત લોકો આવતા હોય છે. પરંતુ આ ઇલેકટ્રીક સ્મશાન બંધ હોવાથી લોકો ખુબ જ હેરાન થાય છે. તો આ સ્મશાનને તાત્કાલીક રીપેરીંગ કરીને ચાલુ કરાવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.(

(11:53 am IST)