Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

મોરબી સીરામીક ઉદ્યોગોને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નોટિસ

પીએનજી, નેચરલ ગેસ, એલ.પી.જી., પ્રોપેન ગેસ સિવાયના બળતણનો ઉપયોગ કરી શકાશે નહીં

મોરબી :ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મોરબીના તમામ સીરામીક ઉદ્યોગોને નોટિસ પાઠવવામા આવી છે. જેમાં જણાવાયું છે કે એન.જી.ટી.ના તા.૬/૩/૨૦૧૯ના ઓર્ડર અને તા.૨૬/૧૦/૨૦૧૭ના ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નોટિફિકેશન અન્વયે કોઈ પણ એકમમાં પીએનજી, નેચરલ ગેસ, એલ.પી.જી., પ્રોપેન ગેસ સિવાયના કોઈપણ બળતણનો ઉપયોગ કિલનમાં કરી શકાશે નહીં. અન્યથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવા પ્રદુષણ અધિનીયમ-૧૯૮૧ની કલમ ૩૧ એ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

    અગાઉ એન.જી.ટી.ના આદેશને પગલે કોલગેસનો વપરાશ તો બંધ થઈ ગયો છે. પણ અમુક એકમમાં પેટકોકનો વપરાશ થતો હોવાની શંકાએ જી.પી.સી.બી. દ્વારા આ પ્રકારે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.

(7:16 pm IST)