Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

વાસજાળીયાના ૧૬ લાખના દારૂ પ્રકરણના ત્રણેય આરોપી ફરાર

જામજોધપુર તા.૦૮: જીલ્લા પોલીસ અધિક્ષક  શરદ સિંઘલ જામનગરનાઓએ પ્રોહી/જુગારની પ્રવૃતિ અટકાવવા માટે સુચના આપેલ હોય તેમજ એએસપી  સંદીપ ચૌધરી ના  માર્ગદર્શન અને સુચના મુજબ પ્રોહી/જુગારની અંગેની પ્રવૃતિ સદંતર બંધ કરાવવા માટે સુચના કરેલ હોય જે મુજબ જામજોધપુર પો.સ્ટે. I/C  પોલીસ ઇન્સ. જે.કે.મોરી   તથા સ્ટાફનાં માણસો પો સે વિસ્તાર મા પેટ્રોલીગ માં હોય દરમ્યાન  હકીકત મળેલ કે વાંસજાળીયા  ગામમાં રહેતા કાનાભાઇ લાખાભાઇ મૌરી તથા મુળુભાઈ ઉર્ફ ભકકો કારાભાઈ મોરી, રહે. ઉંદરીયોનેશ વાળાઓએ ભેગા મળી ગે. કા પાસ પરમીટ વગર બહાર થી વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવેલ છે,

જે જથ્થો હાલમાં વાંસજાળીયાથી ઉદેપુર જવાનો રસ્તો કે જે ટપાલ કેડીના નામે ઓળખાય છે તે રસ્તે નિલકંઠ મહાદેવનું મંદિર આવેલ છે જે મંદિરની બાજુમાં નદીના પટ્ટમાં દારૂનો જથ્થો ઉતારે છે તેવી ચોકકસ- હકીકત મળેલ હોય જે હકિકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂની પાર્ટી સ્પેશયલ ડીલક્ષ હીસ્કીની બોટલો નંગ-૩૩૦૦ કિ.રૂપીયા-૧૬,૫૦,૦૦૦/-નો તથા એક આઇસર કંપનીનો ટેમ્પો વાહન રજી. નંબર જી.જે.-૧૬-ડબલ્યુ-૫૫૧૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી આવેલ હોથ. જે મજકુર બન્ને તથા આઇસર વાહનના ચાલક વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી થવા પો. હેડ કોન્સ અનોપસિંહ ભીખુભા જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપેલ છે 

આ કાર્યવાહી પ્રો.પો. સબ.ઈન્સ. કે.વી. ઝાલા એ.એસ.આઇ વી.ડી. રાવલીયા તથા પો. હેડ કોન્સ. અનોપસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ.  અર્જુનસિંહ રામદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ હર્ષપાલસિંહ જોરૂભા ગોહીલ તથા દીલીપભાઇ ખીમાભાઇ બેરા તથા દિનેશભાઈ કરમુર તથા પ્રણવભાઇ ખીમાભાઇ વસરા તથા જયપાલસિંહ સરેન્દ્રસિંહ જાડેજા તથા જીતેન્દ્રભાઇ ગીરધરભાઇ માણાવદરીયા તેમજ ડ્રા.પો.કો. માલદેભાઈ લાખાભાઈ, બડીયાવદરા તથા પો.કોન્સ. ખીમશીભાઇ ડાંગર તથા સંદિપભાઇ હુણ તથા ધર્મેશભાઇ મોરી તથા અશ્વિનભાઇ પરમાર તથા અજયભાઇ બગડા તથા કિશનભાઇ માલકીયા તથા રૂષિરાજસિંહ વાળા તથા ધવલસિંહ સીસોદીયા વિગેરેનાઓએ કરેલ છે

(1:26 pm IST)