Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ફલ્લાની ડેન્ઝર ગોલાઇમાં પાંચ દિવસમાં બીજો અકસ્માત

ફલ્લા : જામનગર તાલુકાનાં ફલ્લા ગામે આવેલ ડેન્ઝર ગોળાઇમાં ફરી અકસ્માત થયો છે. પાંચ દિવસમાં આ અકસ્માતનો બીજો બનાવ બનતા આ ડેન્ઝર ગોલાઇની નજીકનાં રહેવાસીઓ તથા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. જામનગર તરફથી આવતો કાથળાનાં ખાલી બારદાન ભરેલો ટ્રક નં. જી.જે. -૧૯-જી. એફ. ૯૩૭૭ આ ગોળાઇ પાસે પલ્ટી મારી ગયો હતો.  સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી. હજુ ચાર દિવસ પહેલા મારૂતી કાર દુકાનમાં ઘુસી ગઇ હતી. આ રોડ પર ચાલવા કોઇ ગ્રામજનો રાજી નથી. સરકારશ્રીએ તથા લાગતા - વળગતા અધિકારીઓ-પદાધિકારીઓએ ઘટતી કાર્યવાહી કરવી જોઇએ. અહીં અગાઉ બે-ચાર વ્યકિતઓએ જાન ગુમાવ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : મુકેશ વરીયા ફલ્લા)

(1:25 pm IST)