Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

બાબરાના દરેડ ગામની સીમમાં બે માસ અગાઉ થયેલ ધાડના સાત આરોપીઓ વિરૂધ્ધ સાંયોગીક, વૈજ્ઞાનિક, ઇલેકટ્રોનીક અને દસ્તાવેજી પુરાવાઓ સાથે ૨૨૦ પાનાનું ચાર્જશીટ

અમરેલી, તા. ૮ : ગઇ તા.૦૯/૦૬/૨૦૧૯ ના રાત્રે ં દરેડ ગામની સીમમાં આવેલ વાડીએ સુતેલા ડાયાભાઇ ઓદ્યડભાઇ શીરોળીયા (ભરવાડ) તથા તેમના પત્ની જાલુબેનને પાંચ અજાણ્યા ઇસમોએ લાકડાના ધોકાઓ વડે માર મારી, જીવલેણ ઇજાઓ કરી, રોકડા રૂપીયા તથા સોના-ચાંદીના દાગીના, વાસણો વિ. મળી કુલ રૂ.,૫૨,૫૦૦/- ના મુદ્દામાલની ધાડ પાડી, ભોગ બનનાર દંપતિને ખાટલાઓ સાથે બાંધી દઇ, રૂમમાં પુરી નાસી ગયેલ હોય જે અંગે બાબરા પો.સ્ટે. ગુ..નં. ફસ્ર્ટ ૫૩/૨૦૧૯, .પી.કો. કલમ ૩૯૪, ૩૯૫, ૩૯૭, ૪૪૭, ૪૫૮, ૪૧૨, ૪૧૩, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુન્હો રજી. થયેલ હતો.

બાદ તા.૧૮/૦૬/૨૦૧૯ ના રોજ અમરેલી એસ..જી. દ્વારા જીવલેણ માર મારી લુંટ કરતી ગેંગના સભ્યો () ચંદુભાઇ લખુભાઇ જીલીયા રહે લાઠીદડ () કિશન ઉર્ફે ખીમો બચુભાઇ વાદ્યેલા રહે હળીયાદ () ફલજીભાઇ જીલુભાઇ સાડમીયા રહે ચોટીલા () વીસુભાઇ ચંદુભાઇ જીલીયા રહે લાઠીદડ () બાવલી ઉર્ફે ઉજીબેન ચંદુભાઇ જીલીયા રહે લાઠીદડ તથા તેમના અન્ય ચાર સાગરિતોને સોના ચાંદીના દાગીના, મોબાઇલ ફોન, વાહનો તથા હથિયારો મળી કુલ રૂ.,૯૩,૨૨૧/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ. અને તેમની પુછપરછ દરમ્યાન અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ તથા અમરેલી સહિતના જીલ્લાઓમાં ૭ ખુન સાથે લુંટ તથા ૮ લુંટ અને ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ હોય અને દરેડ ગામની સીમમાં થયેલ ધાડનો ગુન્હો ડીટેકટ થતાં ઉપરોકત પૈકીના આરોપી નં.() થી () ને અટક કરવામાં આવેલ

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્ત રાયે સદરહું ગુન્હામાં સદ્યન તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી જેમાં () ડી.કે.વાદ્યેલા, .ચા.પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી () એન..વાદ્યેલા, પો... અમરેલી તાલુકા પો.સ્ટે. () વાય.પી.ગોહિલ, પો... જાફરાબાદ ટાઉન પો.સ્ટે. નાઓની નિમણુંક કરી તેમને વૈજ્ઞાનિક ઢબે પુરાવાઓ મેળવવા તપાસ સબંધિત જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને તપાસ દરમ્યાન એફ.એસ.એલ.ટીમ તથા ફીંગરપ્રિન્ટ એકસપર્ટની મદદ લેવામાં આવેલ હતી. તપાસ દરમ્યાન ડીસ્કવરી પંચનામું કરી મેળવાયેલ  આરોપીઓના કપડા તથા હથિયારો તથા રીકન્સ્ટ્કશન પંચનામું કરી બનાવ સ્થળ નજીકથી મળી આવેલ ફોટોગ્રાફ તથા બીડીના ઠુંઠા વિ. મુદ્દામાલ વૈજ્ઞાનિક પરીક્ષણ અર્થે ડી.એફ.એસ. ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલ. અને ઉપરોકત ધાડપાડુ આરોપીઓએ જે સોની વેપારીઓને ધાડનો માલ વેચેલ તે.

() રાજ મહેન્દ્રભાઇ રાજપુરા, ઉં..૨૧, ધંધો.સોનીકામ, રહે.સિહોર,

() શરદભાઇ મોહનભાઇ રાજપુરા, ઉં..૫૫, ધંધો.સોનીકામ, રહે.સિહોરની

દુકાનેથી ધાડનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ તેમજ સીસીટીવી કેમેરાના ડીવીઆર કબ્જે કરવામાં આવેલ હતાં.

તપાસ દરમ્યાન  () આરોપીઓ ચંદુ લખુભાઇ જીલીયા તથા વિસુ નનુભાઇ જીલીયાના કપડા પર લોહીની હાજરી મળી આવેલ અને આ લોહી સાથે ઇજા પામનાર સાહેદોના લોહીના ડી.એન.. સામ્યતા ધરાવે છે

() બનાવ સ્થળ નજીકથી મળી આવેલ બીડીના ઠુંડાઓ ઉપરની લાળના ડી.એન.. તથા પકડાયેલ આરોપીઓ પૈકી વિસુ નનુભાઇ તથા ફલજી જીલુભાઇ તથા ચંદુ લખુભાઇના ડી.એન.. સામ્યતા ધરાવે છે

() બનાવ સ્થળ નજીકથી મળી આવેલ ફોટોગ્રાફ પકડાયેલ આરોપીઓના ફોટોગ્રાફ સાથે સરખામણી કરવા એફ.એસ.એલ. ખાતે મોકલતાં મળી આવેલ ફોટોગ્રાફ આરોપી ચંદુ લખુભાઇ જીલીયાનો હોવાનું પરીક્ષણ અહેવાલમાં જણાઇ આવેલ છે.

() બનાવ વાળી વાડીએથી મળી આવેલ કાચની બરણી ઉપર આરોપી કિશન ચંદુભાઇની આંગળાની છાપો મળેલ છે.

() ધાડ પાડ્યા પછી સોની આરોપીઓની દુકાને ધાડનો મુદ્દામાલ વેચવા ગયેલ ધાડપાડુ આરોપીની હાજરી પ્રસ્થાપિત કરવા આરોપી સોનીની દુકાનના સીસીટીવી વિડીયો ફુટેજ મેળવવામાં આવેલ છે. જેમાં આરોપી કિશન ઉર્ફે ખીમો બચુભાઇની હાજરી મળી આવેલ છે.

() આરોપીઓ પાસેથી ભોગ બનનાર સાહેડ ડાયાભાઇનું નામ લખેલ સ્ટીલના વાટકા નંગ-૬ મળી આવતા તેનું હસ્તાક્ષર પરીક્ષણ કરાવતા ભોગ બનનાર સાહેદે જે દુકાનેથી આ વાટકાઓ ખરીદેલ તે દુકાનદારના હસ્તાક્ષર અને વાટકાઓ પર ભોગ બનનારનું નામ લખેલ તે હસ્તાક્ષર એક જ વ્યકિતના હોવાનું જણાઇ આવેલ છે.

() ઓળખ પરેડ દરમ્યાન ભોગ બનનાર/ ઇજા પામનાર સાહેદોએ તમામ ધાડપાડુ આરોપીઓને ઓળખી બતાવેલ છે.

() ભોગ બનનાર/ ઇજા પામનાર દંપતિ રાત્રે બરાબર જોઇ શકે છે કે કેમ તે અંગે બંનેનો આઇ-ટેસ્ટ કરાવેલ છે.

() બનાવ વાળી વાડીએ બનાવની રાત્રિએ પુરતો પ્રકાશ ઉપલબ્ધ હતો કે કેમ ? તે અંગે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી બાબરા પાસેથી સ્થળ તપાસણી કરી પ્રમાણપત્ર મેળવવામાં આવેલ છે.

(૧૦) આરોપીઓની હાજરી તથા એકબીજા સાથે મેળાપીપણું પ્રસ્થાપિત કરવા કોલ ડીટેઇલ સહિતની માહિતી મેળવવામાં આવેલ છે.

 આમ, પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ તપાસ દરમ્યાન સજ્જડ પુરાવાઓ મેળવવામાં આવેલ છે અને પોલીસ અધિક્ષક સા.શ્રી.અમરેલીનાઓના માર્ગદર્શન તળે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા સાતેય આરોપીઓ વિરૂધ્ધ ૨ર૦ પાનાનું ચાર્જશીટ તૈયાર કરી નામ.કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે.

(1:24 pm IST)