Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

હળવદમાં ફલાઇંગ સ્કવોર્ડ ત્રાટકીઃ ૬ ડમ્પરો સહિત ખનીજ ચોરીનો ૭૦ લાખ નો મુદામાલ જપ્ત

હળવદ,તા. ૮:આજે વહેલી સવારે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ ની ટીમ દ્વારા હળવદ પાસેથી રેતી ચોરી કરી લઇ જતા ૬ ડમ્પર ને ઝડપી લેતા ખનીજ માફિયાઓ માં દોડધામ મચી જવા પામી હતી ગાંધીનગરની ટીમ દ્વારા ઝડપાયેલ ડમ્પર ને હળવદ પોલીસ મથકે લાવી ચાલકોને ખાણ ખનીજનો મેમો ફટકારી રૂપિયા ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંથકની બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરીને ડામવા આજે વહેલી સવારે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ એ હળવદમાં ધામા નાખ્યા હતા તે અરસામાં હળવદ નજીકથી ખનીજ ચોરી કરી લઈ જતા ૬ ડમ્પરને ઝડપી લઇ ઝડપાયેલા તમામ ડમ્પર ચાલકોને ખાણ ખનીજ નો મેમો ફટકારી રૂપિયા ૭૦ લાખનો મુદ્દામાલ સીજ કરતા ખનીજ માફિયાઓ માં ભારે ફફડાટ વ્યાપી ગયો છે

ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ ના માઇન્ડ સુપરવાઈઝર કે.ડી ડાભી સહિતની ટીમ દ્વારા ખાનગી ગાડીમાં હળવદ પંથકમાં ખનીજ ચોરીને ડામવા દરોડા પાડતા ૬ જેટલા ડંમ્પરો ઝડપાયા છ.ે

ઝડપાયેલ ડમ્પરજીજે-૩૬-ટી-૬૨૭૪, જીજે-૩૬-ટી-૬૮૦૦, જીજે-૩૬-ટી-૬૨૭૫, જીજે-૩૬-ટી-૭૫૨૪, જીજે-૩૬-ટી-૭૪૪૦, જીજે-૩૬-ટી-૨૭૭૭ સાથે ઝડપાયેલા ચાલકો બળદેવભાઈ લક્ષ્મણભાઈ રહે હળવદ,મનસુખભાઈ પેથાભાઈ રહે હળવદ,સાજણભાઈ વેલ સિંહ રહે એમ.પી, મુકેશભાઈ પ્રેમજીભાઈ રહે ટીકર,મુકેશભાઈ બાબુભાઈ,જગદીશભાઈ બીજલભાઈ રહે સરંભડા સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.

(1:22 pm IST)