Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જુનાગઢ કોર્પોરેશન કર્મચારીઓની હડતાલનો ૮મો દિ' : આત્મવિલોપનની ચિમકી આપનાર ગાયબ

ર૪ કલાકથી કે.ડી. સગારકાનો અતો-પતો નહીં મળતા છાવણીમાં ચિંતા

જુનાગઢ, તા. ૮ : જુનાગઢ મનપાના કર્મીઓની હડતાલને આજે ૮મો દિવસ છે. બીજી બાજુ આત્મવિલોપનની ચીમકી આપનાર સગારકા ગાયબ થઇ જતા છાવણીમાં ચિંતા પ્રસરી ગઇ છે.

૭મા પગાર પંચને માંગણીને લઇને જુનાગઢ કોર્પોરેશનના કર્મચારીઓ કાળવા ચોક ખાતે હડતાલ પર છે. આજે ૮મા દિવસે પણ હડતાલ યથાવત છે. ગઇકાલે વિશાળ રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ.

આજે મ્યુનિસીપ એમ્પ્લોઇઝ યુનિયનના સહમંત્રી કેડી. સગારકાએ કમિશ્નરની કચેરી પાસે આત્મવિલોપનની ચીમકી આપી હતી, પરંતુ સગારકા ગઇકાલથી ગાયબ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે કર્મચારી મ઼ડળના મિડિયા ઇન્ચાર્જ દેવાંગભાઇ જોષીએ સવારે ૧૦:૩૦ કલાકે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, કે.ડી. સગારકા ગઇકાલથી ગાયબ છે. ગઇકાલે સવારે ૧૦:૩૦ની આસપાસ છાવણી ખાતે આવેલા, પરંતુ તેઓ રેલીમાં જોડાયા ન હતાં.આ પછી સગારકાના જોશીપુરા ખાતેના ઘરે તપાસ કરતા તેઓ ઘરે પણ મળી આવ્યા ન હતા. આમ ર૪ કલાકની સગારકા ગુમ હોય અમો ચિંતામાં મૂકાય ગયા છીએ તેમ શ્રી જોષીએ જણાવ્યું હતું.સગારકા આત્મવિલોપન કરે નહિ  તે માટે પોલીસે તેમને ઉઠાવી લીધા છે કેમ છે તેઓ જાણી બુઝીને ગાયબ થઇ ગયા તેવા સવાલ ઉઠયા છે.

 

(4:08 pm IST)