Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ઉનાઃ મુસ્લિમ પરિણીતાને મરવા માટે મજબુર કરનાર સાસરીયાવાળા સામે ફરીયાદ બાદ કાર્યવાહી થતી નથી

ઉના તા.૮: તાલુકાના નાળિયા માંડવી ગામે રહેતા અલી મહમદ શેખ તેઓ ગરીબ પરિવાર હોય અને તેમના કુટુંબનું ગુજરાન ચલાવતા હતા તેમની પુત્રી રોજીના ના મુંબઇ રહેતા ઉસ્માન અદ્રેમાન શેખ સાથે ગત તા. ૭/૧/૧૮ ના રોજ ઉનાના નાળિયા માંડવી મુકામે નિકાહ (લગ્ન) થયા હતા અને રોજીના તેમના સાસરે સંયુકત પરિવારમાં રહેતી હતી રોજીનાના પિતાએ માતવર ( માવતર પક્ષ તરફથી) કરીયાવરમાં નવ તોલા સોનાના દાગીના તેમજ ૨૫૭૦૦/- રોકડા આપેલા હતા. તેમ છતા તેમના પતિ અને તેમના સાસરા પક્ષ તરફથી રોજીના ને મેણા-ટોણા મારી માનસિક અને શારીરિક ત્રાસ આપી અને વધુ દહેજની માંગણી કરતા હોવાનું રોજીનાએ તેમના માવતરને જણાવેલ. આ લગ્નગાળા સમય દરમ્યાન એક સંતાનનો જન્મ પણ થયેલો અને અવાર-નવાર મારકુટ કરી ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકેલ હતી પણ સમાજના આગેવાનો દ્વારા સમજાવટથી તેમનું સમાધાન કરાવેલ અને ફરી તેમને સાસરે મોકલી આપેલ, ત્યારબાદ પરિણીતા રોજીનાને તેમના સાસરીયા પક્ષ દ્વારા ત્રાસ ચાલું રહેલ, કોઇ અગમ્ય કારણોસર તેમનું મૃત્યુ થયેલ. તે સમય રોજીનાના માવતરને ટેલિફોનિક જાણ મળેલ, તેઓ મુંબઇ તેના સાસરે પહોંચે તે પહેલા દફનવિધિ કરાવી નાખેલ જેના કારણે રોજીનાના મૃત્યુ અંગે તેના માવતર નાળિયા માંડવી રહેતા અલીમહમદ જમાલભાઇ શેખને તેમની પુત્રી રોજીનાના મૃત્યુ અંગે શંકા કુશંકા જતા મુંબઇ શિવરી પોલીસ થાણામાં તેમજ મહારાષ્ટ્ર મુંબઇ પો. કમિશનરને એક લેખીત અરજીપત્ર લખી અને રજુઆત કરેલ કે પોતાની પુત્રીને મેણા-ટોણા મારી માનસિક શારીરિક ત્રાસ આપી માર માર્યા અંગેની શંકા વ્યકત કરી હતી.

તેમની પુત્રની સાસરીયા પક્ષ સામે રોજીનાના મૃત્યુ અંગે શંકાસ્પદ બનાવ બાબતેનો આક્ષેપ કરી અને મહારાષ્ટ્ર પોલીસને ન્યાયિક તપાસ કરવા અને પોતાને ન્યાય અપાવવાની રજૂઆત કરેલ હતી. છતાં આજ દિન સુધી કોઇ તપાસ થઇ હોય કે પગલા લેવાયા નથી.

(12:08 pm IST)