Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

લોધીકા પંથકનાં ખેડૂતોમાં ચિંતાનું મોજુઃ વરસાદ માટે પ્રાર્થના

ખીરસરા તા.૮: લોધીકા તાલુકાના ગામડામાં ચોમાસુ સીઝનમાં વરસાદના મોટા એક રાઉન્ડ પછી છેલ્લા વીસ દિવસ ઉપર થઇ ગયા છતાં વરસાદનો એકપણ છાંટો નથી.

ધરતીપુત્રો જણાવે છે કે સમયસર વરસાદ નહી પડે તો મગફળી તેમજ કપાસનું વાવેતર (પાક) નિષ્ફળ જવાની પુરી શકયતા છે. તેઓ જણાવે છે કે મગફળીના વાવેતરમાં ચોમાસું સીઝનનો વરસાદ સમયસર થાઇ તો તેમા પોપટા નિકળે પાણી પાવાથી પાંદડા આવે પરંતુ પોપટા ન આવે એતો કુદરતી વરસાદથી જ પોપટા થાઇ અને કપાસનીં ઉંચાઇ અત્યારે જે હોવી જોઇએ તે નથી, કપાસ સાવ નાનો છે. વરસાદ સમયસર હોયતો કપાસ પણ મોટો થાય આમ ચોમાસુ સીઝનનો વરસાદ ખેંચાતા મગફળી તેમજ કપાસ પાક નિષ્ફળ જવાની પુરી સંભાવના છે.

જગતનો તાત મેઘરાજાને અરઝ કરે છે કે તે સમયસર પધરામણી કરે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જતા અટકે તેવુ લોધીકા તાલુકાના રાતૈયા-મેટોડા અને આજુબાજુના ગામડાના ખેડૂતો પોતાની વ્યથા જણાવી રહયાં છે.

(12:07 pm IST)