Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

દિવની હોટેલમાં રોહિતને શકિલે ચોથા માળેથી નીચે ફેંકી દીધોઃ ગંભીર ઇજા

ઉનાનો કોળી યુવાન એક હોટેલની નોકરી પુરી કરી શકિલની હોટેલમાં નાઇટ શિફટ કરવા ગયો'તોઃ નશાની હાલતમાં ધક્કો દીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૮: ઉનાના ભીમપરા ચોરા પાસે રહેતાં અને દિવની વિનાયક હોટેલમાં રૂમ સર્વિસનું કામ કરતાં રોહિત પ્રવિણભાઇ રાઠોડ (ઉ.૧૯) નામના કોળી યુવાનને દિવના બંદર ચોક નજીક આવેલી સુમના હોટેલના ચોથા માળેથી શકિલ નામના શખ્સે ધક્કો દઇ નીચે ફેંકી દેતાં રોહિતને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

 

રોહિત ચાર ભાઇમાં નાનો છે. તેના કહેવા મુજબ પોતે દિવની વિનાયક હોટેલમાં નોકરી કરે છે. ૬ તારીખે સાંજે નોકરી પુરી થઇ ત્યારે સુમના હોટેલવાળા શકિલે પોતાની હોટલે નાઇટ શિફટ કરવા માટે બોલાવતાં પોતે ત્યાં જતાં ચોથા માળે હતો ત્યારે શકિલે આવીને ઝઘડો કરી ધક્કો મારી દેતાં પોતે નીચે ફેંકાઇ ગયો હતો. બાજુમાં ફાર્મ હોઇ તેના ધુળના ઢેફા પર પડતાં મુંઢ ઇજાઓ થઇ હતી. શકિલે નશાની હાલતમાં આમ કર્યાનો આક્ષેપ રોહિતે કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. દિવ સારવાર અપાવી રાજકોટ દાખલ કરાયો છે. (૧૪.૫)

 

(11:57 am IST)