Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ધ્રોલમાં છ દિવસ પહેલા કારની ઠોકરે ચડી ગયેલા સંગીતાબા ચુડાસમાનું મોત

રાજકોટમાં સવારે દમ તોડ્યોઃ પુત્ર-પુત્રી મા વિહોણા થતાં અરેરાટી

રાજકોટ તા. ૮: ધ્રોલમાં છ દિવસ પહેલા ઘરેથી ચાલીને મંદિરે દર્શન કરવા જવા નીકળેલા ક્ષત્રિય મહિલા કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમનું આજે રાજકોટમાં મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.

ધ્રોલ ગોકુલ પાર્ક-૪માં રહેતાં સંગીતાબા હરદેવસિંહ ચુડાસમા (ઉ.૩૫) તા. ૨/૮ના સાંજે છએક વાગ્યે ઘરેથી દર્શન કરવા જતાં હતાં ત્યારે આહિર છાત્રાલય નજીક સ્વીફટ કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ધ્રોલ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે અંતિમ શ્વાસ લેતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ મારફત જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ આર. જે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી ધ્રોલ પોલીસને જાણ કરી હતી. મૃતકના પતિ વેપાર કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. (૧૪.૬)

(11:57 am IST)