Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

હળવદ ભકિત વિદ્યાલયમાં વકતૃત્વ સ્પર્ધા યોજાઇ ધો. ૯ થી ૧ર ની વિદ્યાર્થીનીઓએ વકતવ્ય આપી વટ પાડયો

હળવદ તા. ૮ : બાળકોમાં રહેલી છૂપી શકિતઓને ખીલવવા અને બહાર કાઢવા અહીંની ભકિત વિદ્યાલય ખાતે પત્રકાર હરીશભાઇ રબારી તથા દિનેશભાઇ રબારી દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યુ હતું.આ સ્પર્ધામાં બેટી બચાવો, બેઢી પઢાવો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, માતા-પિતાનો મહિમા, આપના પ્રિય તહેવારો પુસ્તકો આપણા મિત્રો વિગેરે વિષયો પર ધોરણ ૯ થી ૧ર વિદ્યાર્થીઓએ અંગ્રેજી, હિન્દી, અને ગુજરાતીમાં ઉમદા વકતૃત્વ આપી વાલીઓ તથા ઉપસ્થિત મહેમાનોને અચંબીત કરી દીધા હતાં.

આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ડાભી અસ્મિતા ઘનશ્યામભાઇ બીજા નંબરે કણઝારીયા યતિશા હસમુખભાઇ ત્રીજા નંબરે મકવાણા દિવ્યા જાદવજીભાઇ આવેલ જેને વિશેષ પુરસ્કાર આપી સન્માનીત કરાયેલ તેમજ દરેક દિકરીને પણ સ્કુલ સ્કેપ ચોપડો તેમજ પેન આપીને સન્માનીત કરેલ.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી કિશોરભાઇ પરમાર, ઉપપ્રમુખશ્રી ડાયાભાઇ હડીયલ, મંત્રીશ્રી ઠાકરશીભાઇ તારબુંદિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી બળદેવભાઇ સોનગ્રા, ટ્રસ્ટી શ્રી રઘુભાઇ ચૌહાણ, નાયબ મામલતદારશ્રી ભલજીભાઇ કણઝરીયા વગેરે ઉપસ્થિત રહેલ.

આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે દિનેશભાઇ રબારી, સુધાકરભાઇ જાની, રામસિંહભાઇ ઝાલા, સેવા આપેલ આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેઝ સંચાલન વિદ્યાર્થીની પરમાર ઋત્વિકા હિંમતભાઇએ કરેલ તેમજ આભાર વિધી આચાર્ય ચંદુભાઇએ કરેલ હતી.

(11:55 am IST)