Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ભાવનગર એલસીબીએ મહુવાના બળાત્કારના ગુન્હામાં વોન્ટેડ આરોપી પિન્ટુ ઉર્ફે ભાવેશ ભીલને રાજુલા રોડ પરથી ઝડપ્યો

મહુવા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હામાં  નાસ્તો ફરતો આરોપી પિન્ટુ ઉર્ફે ભાવેશ ભીલને રાજુલા રોડ પર શંકર ભગવાનના મંદિર પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર દ્વારા ઝડપી લેવાયો છે

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સએન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

   આ  સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પોલીસ સ્ટેશન  વિસ્તાદરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાનન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પો.કો. તરૂણભાઇ નાંદવા ભદ્રેશભાઇ પંડયાને સયુંકત બાતમીરાહે હકિકત મળેલ કે, મહુવા પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. ૩૬૩,૩૬૬ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પીન્ટુ ઉર્ફે ભાવેશ કલાભાઇ ભીલ (રહે. પઢીયારકા )મહુવા રાજુલા રોડ ઉપર આવેલ શંકર ભગવાનના મંદિર પાસે ઉભો છે.

   આ બાતમી મળતા મહુવા રાજુલા રોડ ઉપર શંકર ભગવાનના મંદિર પાસેથી મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પીન્ટુ ઉર્ફે ભાવેશ કલાભાઇ ભીલ (ઉવ.૨૪) (રહે. પઢીયારકા તા. મહુવા જી.ભાવનગર ) હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે મહુવા પોલીસ સ્ટેશનમાં ફ.ગુર.ન. ૧૮૦/૨૦૧૮ ઇ.પી.કો.-૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય આગળની તપાસ થવા સારૂ મહુવા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. 

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડકોન્સ જીવણભાઇ  પો.કો. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા,નરેશભાઇ બારૈયા, ડ્રા.મહેશભાઇ ભેડા  વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:57 pm IST)