Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જામનગરમાં સગીરા ઉપર દુષ્‍કર્મ પ્રકરણમાં સ્‍કૂલના પ્રિન્‍સીપાલને ૧૪ વર્ષની સજાઃ પ આરોપીઓને આજીવન કેદ

જામનગરઃ તાજેતરમાં જ જામનગર પોક્સો કોર્ટે અંધાશ્રમ આવાસ કોલોનીમાં વસવાટ કરતી એક સગીરા પર વર્ષ ૨૦૧૬ના દુષ્‍કર્મના કેસમાં પાંચ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી. જે બાદ આજે એક નરાધમ એવા સ્‍કૂલના પ્રિન્સીપાલને પણ કોર્ટે ૧૪ વર્ષની સજા અને દંડનો હૂકમ કર્યો છે.

આ કેસની હકીકત એ પ્રમાણે છે કે ગોકુલનગર જજીસ ક્રાઇસ્ટ સ્‍કૂલના ટ્રસ્‍ટી અને પ્રિન્સીપાલ ડેનીલ આનંદરાય ગવઇએ ભોગ બનનાર આઠ વર્ષની અને ચોથા ધોરણમાં આજ સ્‍કૂલમાં અભ્યાસ કરતી હતી.

વારંવાર આરોપી ડેનીયલે તેણીને શારીરિક અડપલા અને દુષ્‍કૃત્ય કરેલ. આ ચકચારી કેસમાં ૧પ જેટલા સાહેદો અને દસ્તાવેજી પુરાવાઓ, ભોગ બનનારના માતા-પિતાના નિવેદન નોંધનારની જુબાનીઓ લેવામાં આવેલ અને ડોક્ટરની જુબાનીથી કેસને સમર્થ મળેલે. જેથી જામનગર પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી કલમ ૩પ,માં ૩ વર્ષ અને પ૦,૦૦૦નો દંડ, પોક્સોની કલમ ૮ માં પ વર્ષ અને ૧૦,૦૦૦નો દંડ અને પોક્સોની કલમ ૧૦માં ૬ વર્ષ અને ૧૦,૦૦૦નો દંડની સજાનો હૂકમ એડી. સેશન્સ કોર્ટે કરેલ છે. જેમાં સરકાર પક્ષે કોમલબેન ભટ્ટ, ધવલ વજાણી અને વીથ પીપીમાં હર્ષદ ભટ્ટ રોકાયેલ હતા.

(5:31 pm IST)