Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ખેડુતો ગૌ આધારીત ઓર્ગેનીક ખેતી તરફ વળે તો બમણી આવક : ડો. કથીરીયા

સુરેન્દ્રનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ યોજીત સેમીનારમાં માર્ગદર્શન

રાજકોટ તા. ૮ : ઝાલાવાડ વિસ્તારના ડેરી ઉદ્યોગ અને ખેડુતો, પશુપાલકોને ગાય આધારીત ઓર્ગેનીક ખેતી, સ્વાવલંબી ગૌશાળા નિર્માણ અને સંચાલન અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. દ્વારા એક સેમીનારનું આયોજન કરાયુ હતુ. જેમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાએ વિસ્તૃત છણાવટ કરી હતી.

ખેડુતો પોતાના ખેતરમાં જ ગૌશાળા બનાવી ઓર્ગેનીક ખેતી તરફ વળે તો બમણી આવક રળી શકે તેમ હોવાનું જણાવી સરકારની વિવિધ યોજનાઓ જેવી કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપનો લાભ લઇ ઝાલાવડમાં મોટા ઉદ્યોગો શરૂ કરવા અંગેની જાણકારી ડો. કથીરીયાએ આપી હતી.

આ દરમિયાન તેઓએ સુરસાગર ડેરીની મુલાકાત લઇ સ્થાનીક ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કોટન મિલ માલીકો અને ચેમ્બરના આગેવાનો સાથે વિચાર વિમર્શ કરેલ.

(4:06 pm IST)