Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

બાબરાના ઉંટવડમાંથી રૂ. ૩૧ લાખનો દારૂ ઝડપાયો

ટોરસ ટ્રકમાં ખરાબ થઈ ગયેલા ફ્રીઝ નીચે સંતાડયો'તોઃ ડ્રાઈવર-કલીનર સહિત ૪ સામે કાર્યવાહી

(મનોજ કનૈયા દ્વારા) બાબરા, તા. ૮ :. ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતરઙ્ગ બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમારે ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ગઇકાલે સાંજના સમયે આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારને મળેલ બાતમી આધારે બાબરા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી જી.ડી.આહીર સાહેબ તથા આર.આર.સેલના સ્ટાફના તથા બાબરા પો.સ્ટે. સ્ટાફના માણસોએ બાબરા તાલુકાના ઉંટવડ ગામની સીમમાં જુજરભાઇ નુરદીન ત્રવાડી ના કબજા ભોગવટા વાળુ ભડીયુ (કવારી) ખાતે રેઇડ કરતા ત્યાં હાજર ત્રણ-ચાર ઇસમો નાસી ગયેલ અને ત્યાં પડેલ ટોરસ ટ્રક નં કેએ-૦૧-એઈ-૫૮૫૬ માં ફ્રીજના પાર્સલ નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોય જે જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ-૭૩૨, દારુની બોટલ નંગ -૮૭૮૪ઙ્ગ કી.રુ. ૩૧,૯૧,૭૦૦/-તથા ટ્રક એક કી રુ.૧૦,૦૦,૦૦૦/- તાડપત્રી ૧ કી.રુ.૧૦૦/- વિ. મળી કૂલ કી.રુ. ૪૧,૯૧,૮૦૦/- નો મુદામાલ પકડી પાડેલ હતો અને ઉપરોકત દારૂનો જથ્થો મંગાવનાર કાળુ ચીતલીયા ઉર્ફે ભનુભાઇ દાદભાઇ ખાચર રહે-જસદણ વાળો તથા ટ્રક માલીક તેમજઙ્ગ ટ્રકના ડ્રાઇવર સહિત તમામ ઇસમો વિરૂધ્ધ બાબરા પો.સ્ટે.ના હેડકોન્સ. લલીતભાઇ એમ. શ્રીમાળી નાઓએઙ્ગ પ્રોહી. એકટ તળેની ફરીયાદ આપી બાબરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ બાબરા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જી.ડી.આહીરે તથા આર.આર.સેલ સ્ટાફ તથા બાબરા પો.સ્ટે.નો સ્ટાફ જોડાયો હતો.

(3:56 pm IST)