Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ભુજના સોની વ્યાપારીના હનીટ્રેપ પ્રકરણમાં ફરિયાદ નહીંં નોંધનાર પીએસઆઇ સસ્પેન્ડ- સીમરનખાન, હફીઝા,અલતાફે કર્યા હતા બ્લેકમેઇલ

 ભુજ, તા. ૮:  ભુજના કે.સી. જવેલર્સના માલિક કિશોર ચંદુલાલ ગઢેચા (શાહ) ને ફેસબુક ફ્રેન્ડશીપ દ્વારા ફસાવીને બ્લેકમેઇલ કરી ખંડણી માંગવાના કેસમાં ફરિયાદ નહીં નોંધનાર ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇને પશ્યિમ કચ્છના એસપીએ સસ્પેન્ડ કર્યા છે.

કે.સી. જવેલર્સના કિશોર ચંદુલાલ ગઢેચા સાથે સીમરનખાન નામની યુવતીએ ફેસબુક ઉપર ફ્રેન્ડશિપ બાંધીને વ્હોટ્સએપ ઉપર ચેટ તેમ જ વોઇસ કોલ દ્વારા વાતો કરી હતી. ત્યારબાદ અલ્તાફ ઉર્ફે ઓસમાણ ગગડા અને હફીઝા જહાંગીર પઠાણ દ્વારા કિશોર ચંદુલાલ શાહને બ્લેકમેઇલ કરી ૭૦ હજાર રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પોતાને પત્રકાર બતાવનાર હફીઝાએ કિશોર શાહને સીમરનખાન સાથેની ચેટ અને કોલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપતા ડરી ગયેલા વ્યાપારીએ રૂપિયા આપી દીધા હતા પણ પોલીસને ફરિયાદેય કરી હતી. જોકે, ભુજ બી ડિવિઝન પોલીસે માત્ર અરજી લીધી અને પૈસા તો પાછા અપાવી દીધા પણ આરોપીઓએ પોલીસના ડર વગર ફરી કિશોર શાહ પાસેથી રૂપિયા માંગ્યા હતા. પોલીસની બીક વગર ફરીવાર આરોપીઓ દ્વારા ફરીવાર ખંડણી માંગવાની દ્યટનાથી ડરી ગયેલા વ્યાપારી કિશોર શાહે ફરી પોલીસ ફરિયાદ કરી હતી.બા પ્રકરણમાં પ્રથમવાર ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ તરીકે અંકુર પ્રજાપતિએ કરેલી કરેલી કાર્યવાહીના કારણે આરોપીઓને પોલીસે છાવર્યા હોય તેવી ચર્ચાઓ અને શંકા વહેતી થઈ હતી. શનિવારે ડીએસપી સૌરભ તોલંબિયાએ લોકદરબારમાં જણાવ્યું હતું કે, જરૂરત પડ્યે પોલીસ કર્મીઓ વિરુદ્ઘ પણ પગલાં ભરાશે. જેને પગલે ખંડણી પ્રકરણમાં સીમરનખાન, હફીઝા જહાંગીર પઠાણ અને અલ્તાફ ઉર્ફે ઓસમાણ ગગડા વિરૂદ્ઘ ગુનો નહીં નોંધવા બદલ તેમ જ આરોપીઓને છાવરવા બદલ પશ્યિમ કચ્છ એસ.પી. સૌરભ તોલંબિયાએ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ અંકુર પ્રજાપતિને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

(3:50 pm IST)