Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

મોરબી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા ચોપડા વિતરણ

મોરબી : અષાઢી બીજના પવિત્ર દિન નિમિત્ત્।ે મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શહેરની સરકારી ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલના આશરે૧૪૫૦ વિદ્યાર્થીઓને પાંચ-પાંચ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.આ ઉપરાંત મંદિર દ્વારા આ શાળાના ધો. ૯ થી૧૨માં ગત વર્ષે પ્રથમ, દ્વિતીય અને તૃતિય આવેલાં કુલ૨૬ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા. આ સમારોહમાં મંદિરના ટ્રસ્ટીઓ શેખ,ધનુભા જાડેજા, શૈલેષભાઈ જાની, વિનુભાઈ ડાંગર, રઘુભા ઝાલા, રમેશભાઈ પટેલ, ભાવેશભાઈ મહેતા અને એલ.પી.યાદવ દ્વારા પુરસ્કાર અને ચોપડા વિતરણ કરવામાં આવ્યા.વધુમાં આ મંદિર ટ્રસ્ટ દ્વારા વિકાસ વિદ્યાલયની૧૦૦ બાળાઓને પણ ફુલસ્કેપ વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે મોરબી જિલ્લાના છેવાડાના ગામો પૈકી ખીરસરા, બોડકી, નવી નવલખી, લવણપુર,વર્ષામેડી, બગસરા, દેવગઢ, નવા દેવગઢ, જાજાસર, અમરાપર, નાગરપર, નિરૂપમાબેનનગરમાં પણ ફુલસ્કેપ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે મંદિરની દાનની રકમ લોકકલ્યાણ અર્થે ઉપયોગમાં લેવાય એવું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જે પૈકી ટોકન રકમથી ચાલતું દવાખાનું, ફુલસ્કેપ ચોપડા વિતરણ, દર બે વર્ષે૧૧ દિકરીઓનો સમૂહ લગ્નોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. આ તકે વી. સી. હાઈસ્કૂલના આચાર્ય શ્રી બી. એન. વીડજા સહિત સમગ્ર શાળા પરિવાર તરફથી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટનો આભાર માનવામાં આવ્યો હતો.

(12:47 pm IST)