Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

વિછીયાના નાનામાત્રા શાળામાં પ્રવેશોત્સવ આચાર્યનું સન્માન

વિંછીયા તા.૬ : વિંછીયા તાલુકાની નાનામાત્રા સરકારી શાળામાં શાળા પ્રવેશોત્સવ ૨૦૧૯ અને આચાર્યનો સન્માન સમારોહ કાર્યક્રમ રંગે ચંગે ઉજવાઇ ગયો.

આ પ્રસંગે ધો.૧માં ૪૧ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય વાલજીભાઇ ગ્રાંલડીયાની શાળામાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ નાનામાત્રાના સરપંચ અને ગ્રામ્યજનો દ્વારા અદકેરૂ સન્માન કરાયુ હતુ.

ગામના યુવાન જોરૂભાઇ ગ્રાંભડીયા તરફથી શાળાને રૂ. ૫૦૦૦નુ દાન અપાયુ હતુ. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જોગેશ્વર મહાદેવ જગ્યાના મહંત શ્રી શૈલેન્દ્રગીરીબાપુ ગામના સરપંચ જીલુભાઇ ધાંધલ, એસએમસીના સભ્યો અને ગ્રામ્યજનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન શાળાના શિક્ષક વનરાજભાઇ બોરીચા અને આભાર દર્શન અરવિંદભાઇ જતાપરાએ કરી હતી.

(12:46 pm IST)