Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કોડીનારના વેડવા ગામેથી તેતરનો શિકારી પકડાયો

કોડીનાર તા. ૮ :.. કોડીનાર તાલુકાના વેડવા ગામે ગૌચરમાં તેતર પક્ષીનો શિકાર કરનાર શિકારીને વન વિભાગે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની વિગત મુજબ કોડીનાર તાલુકાના વેડવા ગામે આવેલ ગૌચરની જમીનમાં દેવરાજ બાબુ સોલંકી (દેવીપૂજક) તેતરનો શિકાર કરી રહ્યો હોય, વન વિભાગ જામવાળાના આર. એફ. ઓ. રાઠોડ, છારા રાઉન્ડના પઠાણ ભાઇ, મોરીભાઇ, મકવાણા ભાઇએ શિકારીને પકડી પાડી શિકાર કરેલ ૩ જીવતા તેતરને સ્થળ ઉપર મુકત કરી દેવરાજ બાબુ પાસેથી એડવાન્સ રિકવરી રૂ. ર૦,૦૦૦ વસુલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(12:14 pm IST)