Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ખાખીજાળીયા જુથ સહકારી મંડળીની મળેલી સાધારણ સભામાં પ્રમુખ તરીકે ભીમાભાઇ સુવા, ઉપપ્રમુખ રણમલભાઇ વામરોટીયા બિનહરીફ ચૂંટાયા

ઉપલેટા તા ૮ :  તાજેતરમાં ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા મુકામે ખાખીજાળીયા, સેવંત્રા, ગુંઢાળા, મોજીરા, નવાપરાની જુથ સહકારી મંડળીની સાધારણ સભા લખમણભાઇ સુવા (શેઠ) ના પ્રમુખ સ્થાને મળેલ, મંડળીના  પ્રમાણીક  વહીવટને કારણે ચાલુ સાલે સારો એવો નફો કરેલ છે. જેમાં તાજેતરની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત પેનલના પ્રમુખ તરીકેે ભીમાભાઇ સુવા તથા ઉપપ્રમુખ તરીકે રણમલભાઇ વામરોટિયા બિનહરીફ ચુંટાયેલા હતા. આ મિટીંગમાં જીલ્લા બેંકના ડીરેકટર તથા સહકારી આગેવાન હરીભાઇ ઠુંમર, ઉપલેટા સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા, ગઢાળાના સરપંચ નારણભાઇ આહીર તથા તમામ ડીરેકટરો મોજ કાંઠાના તમામ ગામના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

(12:14 pm IST)