Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કોડીનાર તાલુકાના નવા ગામે વાડીમાંથી દીપડો પાંજરે પુરાયો

કોડીનાર તા ૮  : કોડીનાર તાલુકાના નવા ગામે વાડીમાં વન વિભાગે મુકેલ પાંજરામાં દીપડો પુરાતા વાડી વિસ્તારના લોકોએ દીપડાના આતંકમાંથી રાહતનો શ્વાસ લીધો છે. કોડીનાર તાલુકાના નવાગામ આસપાસ દીપડાએ વસવાટ શરૂ કર્યો હોય અને આ દીપડો વારંવાર વાડી વિસ્તારમાં આવી ચઢી શિકાર કરતો હોય અને આસપાસના વિસ્તારોમાં માનવીઓ ઉપર પણ હુમલાઓ કરતા ખેડુતોમાં દીપડાનો ભારે આતંક છવાતા તેને પકડી પાડવા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી પાડવા નવાગામે પ્રતાપભાઇ દુદાભાઇ ગોહિલની વાડીમાં પાંજરૂ મુકતા ગત રાત્રે ૯ વાગ્યે દીપડો પુરાઇ જતા વાડી માલીકે દીપડો પુરાઇ ગયો હોવાની વન વિભાગને જાણ કરતા વન વિભાગના ફોરેસ્ટર આઇ.એમ. પઠાણ, શબ્બીરભાઇ અને સેવરાભાઇએ ઘટના સ્થળે દોડી જઇ દીપડાનું નિરીક્ષણ કરતા આ નર દીપડો ૫ થી ૯ વર્ષનો હોવાનું જણાયું હતું વન વિભાગ દ્વારા આ ખુંખાર દીપડાને જામવાળા રેન્જ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

(12:13 pm IST)