Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

અનિડા વાછરા - સહકારી મંડળીના ફડચાના હુકમ સામે અપીલ : નોટીસ

રાજકોટ, તા. ૬ : કોટડાસાંગાણી તાલુકાના ગામ અનીડા વાછરા જૂથ સેવા સહકારી મંડળી લી.ના વહીવટદાર રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી.ના અધિકારી તેમજ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા મંડળીને ફડચામાં લઈ જવા સામે નોંધણચોરા ગામના સભાસદ અમરસંગ બનેસંગ ડાભી દ્વારા અધિક રજીસ્ટ્રાર શ્રી (અપીલ) સહકારી મંડળીઓમાં અપીલ દાખલ કરવામાં આવી છે.

આ કેસની ટંૂકમાં હકીકત એવી છે કે સને ૨૦૧૫માં અનીડા વાછરા જૂથ સેવા સહકારી મંડળીમાં ઉચાપત થયેલ જે અન્વયે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક દ્વારા રીપોર્ટ કરેલ અને જીલ્લા રજીસ્ટ્રારશ્રીએ કલમ-૮૧ હેઠળ વહીવટદારની નિમણુંક કરેલ. ત્યારબાદ છ માસની ચાર ટર્મ રીન્યુ કરેલ છે અને કમીટીની ચૂંટણી કરવા સહકાર ખાતાની તમામ ઓથોરીટી તેમજ વહીવટદારને લખેલ પત્ર પણ ધ્યાને લીધેલ નથી. રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક દ્વારા વહીવટદારના મુદ્દત વધારો એક વર્ષ માટે સહકબારના ઉપસચિવ તા.૨૬-૯-૨૦૧૮ના રોજ ગેજેટ પ્રસિદ્ધિથી એક વર્ષ માટે મુદ્દત વધારો કરી આપેલ. આ સમયે અમો અરજદારની રજૂઆત તેમજ લેખિતમાં જવાબ વાંધા આપેલા હોવા છતાં ઉપસચિવ તેમજ વિભાગ દ્વારા ધ્યાને લીધેલ નહિં.

અરજદાર અમરસંગ બનેસંગ ડાભી તથા અન્ય સભાસદો ભેગા મળીને આ ઓર્ડરથી નારાજ થઈને અધિક રજીસ્ટ્રારશ્રી (અપીલ) સહકારી મંડળીઓ જૂના સચિવાલય, ગાંધીનગરમાં અપીલ દાખલ કરતા અને તમામ પ્રકારની દલીલ કરતા અધિક રજીસ્ટ્રાર દ્વારા જિલ્લા રજીસ્ટ્રાર તેમજ ફડચા અધિકારીને તા.૮-૭-૨૦૧૯ના રોજ હાજર થવા નોટીસ ઈસ્યુ કરવામાં આવેલ છે.

અધિક રજીસ્ટ્રાર અપીલમાં સામાવાળા પક્ષકાર તરીકે જિલ્લા રજીસ્ટ્રાર, ફડચા અધિકારી અનીડા વાછરા જૂથ સેવા સહકારી મંડળીને પક્ષકાર તરીકે જોડવામાં આવેલ છે. આ કામમાં અરજદાર વતી એડવોકેટ કરણસિંહ એ.ડાભી, એન.બી. પંડ્યા, પ્રતિક રાજયગુરૂ, પાર્થ ડી. પીઠડીયા, કુલદીપ પી.રામાનુજ, મહિપાલ સબાડ તથા દેવાંગ વી. ભટ્ટ રોકાયેલ હતા.

(12:11 pm IST)