Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ડીઝીટલ ઇન્ડિયાની વર્ષગાંઠ નિમિતે

દેવભૂમિ દ્વારકામાં ડીઝીટલ પેમેન્ટની ઉપયોગીતા બાબતે સેમીનાર સંપન્ન

દેવભૂમી દ્વારકા તા.૮ : આજથી ચાર વર્ષ પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં શ્નડિજીટલ ઈન્ડિયાલૃકાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ ચાર વર્ષમાં ડિજીટલ ટેકનોલોજીના ઉપયોગથી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડવામાં સફળતા મળી છે. જે અનુસંધાને આજે ડીઝીટલ ઇન્ડીયા કાર્યક્રમની ચોથી વર્ષગાઠ નિમીતે ડીઝીટલ પેમેન્ટની ઉપયોગિતા બાબતે કલેકટર કચેરી સભાખંડમાં કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના શ્રી સુનિલ કછવાએ ડીઝીટલ ટ્રાન્ઝેકશન જેવા કે એન.ઇ.એફ.ટી./ આર.ટી.જી.એસ., આઇ.એમ.પી.એસ., યુ.પી.આઇ., મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેંકીંગ વગેરેની માહિતી ઉપસ્થિત અધિકારીઓ/કર્મચારીઓને પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. તથા ઓનલાઇન ટ્રાન્ઝેકશન બાબતેની સેકયુરીટીની પણ માહિતી આપી હતી. સેમિનારમાં ઓનલાઇન બેંકીંગ બાબતે પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી. આ સેમિનારમાં કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ ઉપસ્થિત સૌને બચત ખાતામાં જરૂરીયાત પુરતી રકમ રાખવા તેમજ વધારાની રકમ એફ.ડી.માં મુકવા સુચના આપી હતી. આ સેમિનારમાં જિલ્લા તિજોરી અધિકારીશ્રી ગોવાણીએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બધાજ બિલો ઇ-પેમેન્ટથી કરવામાં આવે છે. ફેબ્રુઆરી-૧૮માં ૧૦૦ ટકા ઇપેમેન્ટ કરતો પ્રથમ જિલ્લો બન્યો હતો. ઇપેમેન્ટ થયેલા બિલોમાં પહેલા જયારે કોઇ બિલમાં એકાઉન્ટ નંબર કે આઇ.એફ.એસ.સી. કોડ ખોટા થવાથી બિલની રકમ  ડ્રાફટથી પાછી જમા કરાવવી પડતી હતી. હવે ઇ-કુબેર નામનું નવું અપડેટ આઇ.એફ.એમ.એસ.માં આવતા આવા બિલો સીધા બિલ ક્રિએટરના એકાઉન્ટમાં પાછા આવી જાય છે. અને તેમાં જરૂરી સુધારા કરી ફરીથી ટ્રેઝરીમાં મોકલી શકાય છે. આ ઇ-કુબેર પ્રોગ્રામની માહિતીની જાણકારી પણ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.

     આ સેમિનારમાં જિલ્લા વિકાસ અધિકરીશ્રી મનીષકુમાર બંસલ, નિવાસી અધિક કલેકટરશ્રી પટેલ, પ્રાંત અધિકારીશ્રી જોશી, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ઉંધાડ, આરોગ્ય અધિકારીશ્રી સીંગ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:11 pm IST)