Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ભાવનગરમાં ઇંડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સોશિયલ અને તાત્કાલિક રિસ્પોન્સ સ્વયંમસેવક પ્રોગ્રામ

ભાવનગર તા. ૮ : ઇંડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર શાખા તેમજ ગુજરાત રાજ્ય રેડક્રોસના સહકારથી ત્રણ દિવસનું ડિઝાસ્ટર ટ્રેનીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રપ જેટલા સ્વયંસેવકોને આફતના સમયે લોકોને કેવી રીતે બચાવી શકાય તેની ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ ટ્રેનીંગમાં કોઇ મોટી બિલ્ડીંગ પર ફસાઇ જાય તો તેને દોરડા વડે કઇ રીતે નીચે ઉતારી શકાય. આગ લાગે તો આગ કેવી રીતે ઓલાવી શકાય. જયારે કોઇએ કોઇએ ઝેરી જીવ કરડે કે શરીર પર કોઇ ઝેરી અસર થાય તો કેવી રીતે તેમનો સામનો કરવો અને પોતાનો તેમજ બીજાનો જીવ કેવી રીતે બચાવી શકાય તેવી ટ્રેનીંગ આ ત્રણ દિવસ દરમિયાન આપવામાં આવી હતી.ટ્રેનીંગ પુર્ણ કરેલ સ્વયંસેવક તેમજ હેલ્થકેર એટેન્ડન્ટ નર્સિંગ કોર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન ડી.આઇ.જી. અશોકભાઇ, જિલ્લા આરોગ્ય વિભાગના ડો.રેવર, રેડક્રોસ સ્ટેટ બ્રાંચમાંથી સુરેશભાઇ ગામી, ઝંખનાબેન, મિલનભાઇ દવે, સુમિતભાઇ ઠકકર, વર્ષાબેન લાલાણી, કાર્તિકભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પર  વાયુ નામના વાવાઝોેડાની આગાહી કરવામાં આવી ત્યારે રેડક્રોસના સ્યંસેવક દ્વારા તાત્કાલિક ધોરણે નીચાણવાળા વિસ્તારમાં સેવા આપવા પહોંચ્યા હતા. આવીજ રીતે આગામી સમયમાં પણ ઇંડીયન રેડક્રોસ સંસ્થા દ્વારા ફકત ભાવનગરની અંદર જ ૧૦૦૦ થી વધુ લોકોને તાલીમ આપવામાં આવનાર છે. કાર્યક્રમને સફળ બનાવવા વિનયભાઇ, મનીષભાઇ તેમજ સમગ્ર રેડક્રોસના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.

(12:11 pm IST)