Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

વિરમગામમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

 વઢવાણ : વિરમગામ શહેર મા આવેલા ઐતિહાસિક રામ મહેલ મંદિર થી છેલ્લા ૩૭ વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે સવારે ૯ૅં૦૦ રામ મંદિર થી ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ભવ્ય શણગારેલ રથમાં નગરચર્યાએ નીકળ્યા હતા રથયાત્રા શહેરના રાજમહેલ મંદિર થી લુહાર કોડ,સુથારફળી, પરકોટા,ગોલવાડી દરવાજા,બસ સ્ટેશન,રેલવે સ્ટેશન, ભરવાડી દરવાજા,પાન ચકલા,બોરડી બજાર ્સહિતના રાજ માર્ગોપર ફરી નીજ મંદિરે પરત ફરી હતી.જેમાં વિવિધ અખાડા દ્વારા કરતબ બતાવવામાં આવ્યા હતા ભગવાનનું મામેરું જીતેન્દ્રકુમાર ભગવાનદાસ ગુર્જર પરિવાર ગણપતિ મંદિર ગોલવાડી દરવાજા કરવામાં આવ્યું હતું તેમજ રથયાત્રા એખલાસ પૂર્ણ વાતાવરણમાં નીકળતા ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં મહંત રામકુમાર દાસજી સાથે ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત ભાજપ કોંગ્રેસ ના અગ્રણીઓ,શહેરના પ્રબુદ્ઘ નાગરિકો,સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અને શહેરના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા તે પ્રસંગની તસ્વીર.

(12:10 pm IST)