Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

આઇઓસી કોડીનાર દ્વારા નવનિર્મિત

જામનગરના શાપરમાં માધ્યમિક શાળાના મકાનનું લોકાર્પણ સંપન્ન

ફલ્લા તા.૮ : જામનગર તાલુકાના શાપર મુકામે તાજેતરમાં બુધવારના આઇઓસીએલ વાડીનાર અનુદાનીત માધ્યમીક શાળાના ૩ વર્ગખંડો મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઇ ગયો.

કાર્યક્રમમાં આઇઓસીએલ વાડીનારના મેનેજર ચિન્મય ઘોષ રમેશકુમાર રોયે લોકાર્પણ કર્યુ હતુ. પધારેલ અધિકારીઓનું શાપર ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરાયુ હતુ.

ગામના વિવિધ વિકાસના કામો માટે જેવા કે પ્રવેશદ્વાર, આરસીસી રોડ, સીસીટીવી કેમેરા, જીપીએસસી ગેસ કને. વગેરેમાં શાપર ગ્રામ પંચાયત સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સદસ્યશ્રીઓએ ઉત્સાહપુર્વક કામગીરી હાથ ધરેલ છે. બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે એ નોંધનીય છે કે ગ્રામ્ય કક્ષાએ જીપીએસસી ગેસ કને. અને સીસીટીવી કેમેરાએ શાપર ગામની વિશિષ્ટતા છે. હાલમાં ગ્રામ પંચાયત દ્વારા ૨૦૦ જેટલા વૃક્ષો ઉછેરવામાં આવે છે. આગામી સમયમાં ગામમાં ૩૦૦ જેટલા વૃક્ષો રોપવાનુ આયોજન છે.

કાર્યક્રમને સફળ બનાવવામાં શાપર ગ્રામ પંચાયતના સરપંચશ્રી બળદેવસિંહ જાડેજા અને ઉપસરપંચશ્રી અતુલભાઇ બોડાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

(12:09 pm IST)