Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

હળવદ પાસે છકડાને અજાણ્યા વાહને ટક્કર મારતા ૩ને ઇજા

હળવદ, તા. ૮ : હળવદના રાણેકપર રોડ પર આવેલા શુકુન બંગ્લોઝમાં બાંધકામનું કામ પતાવીને રવિવારે રાત્રે ૮-૩૦ વાગ્યાના અરસામાં છકડો લઇ જઇ રહ્યાં ત્યારે અજાણ્યા વાહન ચાલકે છકડાને અડફેટે લેતા છકડામાં સવાર મૂળ મધ્ય પ્રદેશના અને હાલ હળવદમાં રહેતા આકાશ વઝારા, અશોક વણઝારા અને મોહનભાઇ વણઝારાને ઇજાઓ થતાં હળવદની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓને સારવાર આપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતથી થોડીવાર ટ્રાફીક જામ થયો હતો. હાલમાં અકસ્માત થયેલા ત્રણમાંથી બેની હાલત નાજુક હોવાનું જાવણા મળ્યું છે

(12:08 pm IST)